ખેડૂતોને નવા વર્ષની ભેટ, સરકારે મધ પર MEP આગામી વર્ષના ડિસેમ્બર સુધી વધારી

MEP on Honey: સરકારે કુદરતી મધ પર ટન દીઠ 2,000 ડોલરની લઘુત્તમ આયાત કિંમત (MEP) બીજા વર્ષ માટે આગામી ડિસેમ્બર સુધી લંબાવી છે.

ખેડૂતોને નવા વર્ષની ભેટ, સરકારે મધ પર MEP આગામી વર્ષના ડિસેમ્બર સુધી વધારી

MEP on Honey: મધનું ઉત્પાદન કરતા ખેડૂતોને સરકારે નવા વર્ષની ભેટ આપી છે. સરકારે કુદરતી મધ પર ટન દીઠ 2,000 ડોલરની લઘુત્તમ આયાત કિંમત (MEP) બીજા વર્ષ માટે આગામી ડિસેમ્બર સુધી લંબાવી છે. આ MEP કિંમતથી ઓછી કિંમતે નિકાસની મંજૂરી નથી. ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)એ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, કુદરતી મધ પર લઘુત્તમ નિકાસ કિંમત 31 ડિસેમ્બર 2024થી આગળ વધારીને 31 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. આ વર્ષે માર્ચમાં લઘુત્તમ કિંમત નક્કી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, 18 ડિસેમ્બરે અતિરિક્ત વાણિજ્ય સચિવ સાથે 'કોન્ફેડરેશન ઑફ એપીકલ્ચર ઈન્ડસ્ટ્રી' (CAI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવવ્રત શર્માની બેઠકમાં શર્માએ માર્ચ 2024થી લાગુ વધેલા લઘુત્તમ નિકાસ ભાવ (MEP)થી મધમાખી ઉછેર કરતા ખેડૂતોને થતા ફાયદાઓના કારણે તેને ધ્યાનમાં રાખીને તેને આગળ પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી.

ખેડૂતોને થશે ફાયદો 
દેવવ્રત શર્માએ જણાવ્યું કે, સરકાર દ્વારા MEPને 31 ડિસેમ્બર 2024થી 31 ડિસેમ્બર 2025 સુધી વધારવાથી દેશના મધમાખી ઉછેર કરતા ખેડૂતો માટે એક સારા સમાચાર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ જાહેરાત મધમાખી ઉછેર કરનારાઓનો ઉત્સાહ વધુ વધારશે અને દેશના મધ તેમજ મધમાખી ઉછેર સંબંધિત અન્ય મૂલ્યવાન ઉત્પાદનોનું બજાર અમેરિકા અને યુરોપના નિકાસ સ્થળોમાં વધુ વિસ્તરણ કરશે.

આ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન કુદરતી મધની નિકાસ 106.3 મિલિયન ડોલરની હતી. આ નિકાસ 2023-24માં 177.6 કરોડ ડોલર અને 2022-23માં 203 કરોડ ડોલરની હતી. ભારતના કુદરતી મધના નિકાસ સ્થળોમાં અમેરિકા અને સંયુક્ત અરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news