KRIBHCO Election : સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલ રાદડિયાનો સહકારી ક્ષેત્રે દબદબો હતો. તેઓ ખેડૂત નેતા તરીકે પ્રખ્યાત હતા. ત્યારે હવે યુવા નેતા જયેશ રાદડિયાએ પિતાનો વારસો આગળ વધાર્યો છે. ઈફ્કોમાં જીત બાદ હવે ક્રિભકોમાં પણ જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે. ક્રિભકો કંપનીની સામાન્ય ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ફરી સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાની જીત થઈ છે. ક્રિભકો ખાતર કંપનીની દસમી સામાન્ય સભ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, કચ્છ જિલ્લો બિન હરીફ જાહેર થયો હતો. ધારાસભ્ય જયેશ રાદડીયાની આગેવાની વચ્ચે જાહેર થયેલ તમામ સભ્યો જીત્યા છે. ગુજરાતમાં કુલ ચાર ઝોનમાંથી કુલ 230 સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજકોટ જિલ્લા ઝોનની 101 બેઠક પર જયેશ રાદડીયાનાં આગેવાનોની જીત થઈ છે. 


અંબાલાલની આગાહીએ ટેન્શન કરાવ્યું, પણ હવામાન વિભાગની આગાહીએ ખુશ કરી દીધા