Kisan Vikas Patra: ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરે છે આ સ્કીમ, ગણતરીના મહિનામાં પૈસા થશે ડબલ
Kisan Vikas Patra: જો તમે ખેડૂત છો અને તમારા પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. પોસ્ટ ઓફિસમાં ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના ચાલે છે. જેમાં રોકાણ કરવાથી ખેડૂતોને બમ્પર રિટર્ન મળે છે. ખાસ વાત એ છે કે આ યોજનામાં જે વ્યાજ મળે છે તેના દર તાજેતરમાં જ સરકારે વધાર્યા છે.
Kisan Vikas Patra: જો તમે ખેડૂત છો અને તમારા પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની એક સ્કીમ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. પોસ્ટ ઓફિસમાં ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના ચાલે છે. જેમાં રોકાણ કરવાથી ખેડૂતોને બમ્પર રિટર્ન મળે છે. ખાસ વાત એ છે કે આ યોજનામાં જે વ્યાજ મળે છે તેના દર તાજેતરમાં જ સરકારે વધાર્યા છે. આ યોજના હેઠળ રોકાણ કરનાર ખેડૂતને 7.5 ટકાનું વ્યાજ દર મળે છે. આ યોજનામાં રોકાણ કરવાથી 115 મહિનામાં જ તમારા પૈસા ડબલ થઇ જશે.
આ પણ વાંચો:
Red Okra: લાલ ભીંડાની ખેતી કરાવી શકે છે બંપર કમાણી, વર્ષે કમાઈ શકો છો 25 લાખ રૂપિયા
20 હજારના ખર્ચે થશે 4 લાખ સુધીનો નફો, આ ફૂલની ખેતી ખેડૂતને બનાવી શકે છે લખપતિ
માર્કેટમાં 1000 રૂપિયે કિલો વેંચાતી બ્લુબેરી તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે
ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે ભારત સરકાર દ્વારા કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં તમારે એકવાર પૈસા જમા કરવા પડશે. આ યોજનાની ખાસિયત એ છે કે નિયત સમય મર્યાદામાં જ ખેડૂતના પૈસા ડબલ થઈ જાય છે અને ખેડૂતોને રોકાણ પર રિટર્ન પણ સારું મળે છે. આ યોજનામાં તાજેતરમાં જ સરકારે વ્યાજદરમાં વધારો કર્યો છે અને સાથે જ મેચ્યુરીટી ટાઈમિંગને પણ 123 મહિનાથી ઘટાડીને 115 મહિના કરી દીધા છે. એટલે કે ખેડૂતને 115 મહિનામાં જ તેના પૈસા ડબલ થઈને વ્યાજ સહિત પાછા મળશે.
આ યોજનામાં ખેડૂતના ઘરનો કોઈપણ વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલાવનાર વ્યક્તિની ઉંમર 10 વર્ષથી વધુ હોવી જોઈએ. ખાતું ખોલાવવાની પ્રોસેસ પણ એકદમ સરળ છે. તમારા ઘરની નજીકની પોસ્ટ ઓફિસ પર જઈને અધિકારી સાથે આ અંગે વાત કરી એક ફોર્મ ભરી દેવું. ત્યાર પછી તમારું ખાતું ખૂલી જશે અને તમને કિસાન વિકાસ પત્ર નું પ્રમાણપત્ર મળશે. આ ખાતું ખોલાવવા માટે તમારે આધાર કાર્ડ, આયુ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ નો ફોટો, કેવીપી એપ્લિકેશન ફોર્મ અને મોબાઈલ નંબરની જરૂર પડશે. ખાતુ ખલાવ્યા પછી તેમાં તમે રકમ કરશો પછી 115 મહિનામાં વ્યાજ સહિત તમને તમારી રકમ બમણી થઈને મળશે.