NAFED ELECTIONS: ઈફ્કો બાદ નાફેડમાં નવાજુની! સામસામે ભાજપના નેતાઓ મેદાનમાં!
NAFED Elections: ઈફ્કો (IFFCO) બાદ હવે નાફેડમાં (NAFED) પણ ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ઈફ્કો બાદ નાફેડમાં પણ નવાજુનીના એંધાણ જોવા મળી રહ્યા છે. આ ચૂંટણીમાં ડાયરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપના નેતાઓએ આમને સામને ફોર્મ ભર્યા છે.નાફેડમાં એક જગ્યા માટે ગુજરાતમાંથી 5 ઉમેદવારે દાવેદારી કરી હોવાનું સામે આવ્યુ છે. જો કે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
NAFED ELECTIONS: નાફેડ ચૂંટણીમાં નવજુનીના એંધાણ જોવા મળી રહ્યાં છે. ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. 7માંથી 1 બેઠક બિનહરિફ, 6 બેઠકો પર 21 તારીખે મતદાન થશે. આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. રાદડિયા જૂથના મગન વડાવિયા સામે રાજકોટના સાંસદ મોહન કુંડારીયા મેદાને પડ્યાં છે. ભાજપના સહકારી આગેવાનોના ચૂંટણી બિનહરિફ કરવાના પ્રયાસો શરૂ થઈ ગયો છે. રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને બિનહરિફ કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. સૂત્રોની માનીએ તો એવા પણ સમાચાર સામે આવી રહ્યાં છેકે, ભાજપ દ્વારા કોઈ ને મેન્ડેટ આપવાની નથી. રાજ્યકક્ષા વિભાગમાં જેઠા ભરવાડ બિનહરિફ થશે. રાજ્યની કૃષિ વિષયક મંડળીઓના વિભાગની 1 બેઠક પર 5 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
નાફેડમાં નહીં થાય ઈફ્કોવાળીઃ
નાફેડ ની ચૂંટણીમાં ઇફકો વાળી નહીં થાય. નાફેડ ના ડાયરેક્ટર ની ચૂંટણીમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા બિનહરીફ થઈ શકે છે. ભાજપ કોઈના નામનો મેન્ડેટ પણ આપવાની નથી એ વાત પણ નક્કી છે. દિલીપ સંઘાણી, અજય પટેલ અને જયેશ રાદડિયાની મળેલી બેઠકમાં કુંડારીયાના નામ પર સર્વ સંમતિ સધાઈ હોવાનું પણ આંતરિક સૂત્રો જણાવી રહ્યાં છે. એવી માહિતી પણ સામે આવી છેકે, બાકીના ચાર ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચી લેશે. આમ, ઇફકોના વિવાદ બાદ નાફેડ ની ચૂંટણીમાં ઘરમેળે સમજૂતી થઈ ગઈ છે.
21 મેંએ દિલ્હીમાં મતદાન-
ઉલ્લેખનીય છે કે, નાફેડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે 21 મેંએ દિલ્હીમાં મતદાન થવાનું છે.આ ચૂંટણી માચે ગુજરાતમાંથી કૂલ 210 મતદારો મતદાન કરશે. મહત્વનું છે કે, પ્રદેશ ભાજપ પ્રમુખે સહકારી ક્ષેત્રમાં ભાજપ નેતા આવે તેવો અભિગમ લઈને મેન્ડેટ પ્રથા શરૂ કરી છે.જો કે ઇફકોમાં મેન્ડેડનાં વિવાદ બાદ નાફેડમાં ભાજપે સત્તાવાર મેન્ડેડ આપ્યા નથી. જાણકારી મુજબ આ ચૂંટણીમાં ભાજપ દ્વારા સર્વસંમતિના પ્રયાસો કરવામા આવી રહ્યો છે, જો કે, ભાજપ ઈચ્છે છે તે થશે કે, અસંતુષ્ટો પોતાનુ ધાર્યું કરે છે તેતો 21 મેંના રોજ કબર પડી જ જશે. જો કે, આ ચૂંટણીમાં પણ ઈફ્કોવાળી થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.