Farmers News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાડા 8 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે. પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો આજે એટલે કે 27મી જુલાઈના રોજ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. ખેડૂતોના ખાતામાં આ રકમ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરાઈ. કુલ સાડા 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ગુરુવારે 17000 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ કિસાન યોજનાના 14માં હપ્તાની કાગડોળે વાટ જોવાઈ રહી હતી. જો કે તે અગાઉ ભૂલેખોની ખરાઈની પ્રક્રિયા ચાલુ હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના નામ આ યોજનાના લાભાર્થીઓની સૂચિમાંથી હટાવવામાં આવ્યા છે. જ્યારે ઈ-કેવાયસી અપડેટ ન હોવાના કારણે પણ અનેક ખેડૂતોને લાભાર્થીઓની યાદીમાં સામેલ કરાયા નથી. અપડેટેડ સૂચિ પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. 


આ રીતે ચેક કરો લાભાર્થીઓની યાદીમાં નામ


- સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
- અહીં Farmers Corner ના સેક્શનમાં જાઓ અને Beneficiary List પર ક્લિક કરો. 
- ખેડૂત પોતાના રાજ્ય, જિલ્લા, તહસીલ, બ્લોક અને ગામનું નામ દાખલ કરે. 
- હવે Get Report પર ક્લિક કરો. 
- ત્યારબાદ સામે આવેલી યાદીમાં તમારું નામ ચેક કરી શકશો. 


14માં હપ્તા અંગે કોઈ પણ સમસ્યા હોય તો આ નંબર પર કરો કોલ
પીએમ કિસાન યોજના અંગે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ખેડૂતો અધિકૃત ઈમેઈલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકે છે. પીએમ કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર - 155261 અથવા 1800115526 (Toll Free) કે પછી 011-23381092 ઉપર પણ સંપર્ક કરી શકાય છે. 


વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય
અત્રે જણાવવાનું કે પીએમ કિસાન યોજના હેઠળ મળવાપાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે 2-2 હજાર રૂપિયાના કુલ 3 હપ્તા એમ 6000 રૂપિયા વાર્ષિક સહાય કરવામાં આવે છે. 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ ટ્રાન્સફર કરાયો હતો. આ યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019ના રોજ થઈ હતી. પીએમ કિસાનની રકમ સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube