ગરીબોને કસ્તુરીએ ગુજરાતના ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા

ગુજરાતમાં આ વખતે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. એટલું ઉત્પાદન કે રાજ્યના અનેક માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયા છે. વેપારીઓએ તો હવે ખરીદી પણ બંધ કરી દીધી છે..જેના કારણે ડુંગળીથી ભરેલી ટ્રકોની લાઈન યાર્ડની બહાર લાગેલી છે.

ગરીબોને કસ્તુરીએ ગુજરાતના ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા

ઝી બ્યુરો/અમરેલી: ગરીબોનો કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ આ વખતે એવા ગગડ્યા છે કે ખેડૂતોને ગરીબ થઈ જવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં આ વખતે થયેલા મબલખ ઉત્પાદનને કારણે ખેડૂતોએ જેટલો ખર્ચ કર્યો તેટલા પણ ભાવ નથી મળી રહ્યા. તેના કારણે ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્યના કૃષિ મંત્રીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર આપતી જાહેરાત કરી છે.

  • ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ!
  • મબલખ ઉત્પાદનથી ડુંગળીના ભાવમાં કડાકો
  • ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
  • કૃષિ મંત્રીના નિવેદનથી ખેડૂતોને જાગી આશા

ગુજરાતમાં આ વખતે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. એટલું ઉત્પાદન કે રાજ્યના અનેક માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયા છે. વેપારીઓએ તો હવે ખરીદી પણ બંધ કરી દીધી છે..જેના કારણે ડુંગળીથી ભરેલી ટ્રકોની લાઈન યાર્ડની બહાર લાગેલી છે. સામાન્ય લોકોને તો હાલ સસ્તી ડુંગળી મળી રહી છે પરંતુ અન્નદાતાને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે...જેટલો ખર્ચ ડુંગળીની ખેતીમાં કર્યો હતો તે પણ ન નીકળે તેવી સ્થિતિ આવી ગઈ છે.

આ વખતે ડુંગળીનો ભાવ 20 કિલોના 200 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. પરંતુ ખેડૂતો માટે આટલો ભાવ તો નુકસાનકારક જ છે. કારણ કે આટલા ભાવમાં તો દવા, ખાતર, મજૂરી કે બિયારણનો પણ ખર્ચ નીકળી શકે તેમ નથી. ડુંગળી પકવતાં ગુજરાતના ખેડૂતો હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે. સરકાર સારો ભાવ આપે તેવી આશાએ તેવો બેઠા છે.ત્યારે રાજ્યના કૃષિ મંત્રીએ નિરાશ ખેડૂતોની આશા જાગે તેવું એક નિવેદન આપ્યું છે.

  • ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા 
  • મબલખ ઉત્પાદનથી ભાવ ગગડ્યા 
  • ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો!
  • કૃષિ મંત્રીએ કેન્દ્રમાં રજૂઆતની આપી ખાતરી
  • સારા ભાવની રાહ જોઈ રહ્યો છે અન્નદાતા

ડુંગળી ગરીબોની કસ્તુરી છે. ડુંગળી દેશના રાજકારણમાં પણ સર્કીય રહી છે. ડુંગળીમાં સરકારો પણ પડી ગઈ છે. ત્યારે ડુંગળીના ભાવને લઈ અન્નદાતા પર આવેલી આ આફતમાંથી સરકાર તેમને ક્યારે બહાર કાઢે છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news