સૌરાષ્ટ્રના નંબર વન માર્કેટ યાર્ડમાં આવ્યા લાલ ચટાક મરચાં, મુહૂર્તમાં રેકોર્ડબ્રેક ભાવ બોલાયો
Gondal Market Yard : સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજીંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સીઝનની સૌ પ્રથમ આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 3500 થી 4000 ભારીની આવક નોંધાઈ
Gondal News જયેશ ભોજાણી/ગોંડલ : સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ. આ સીઝનની સૌપ્રથમ મરચાની આવક નોંધાઈ છે. યાર્ડના ચેરમેન દ્વારા પૂજા વિધિ કરી ખેડૂત, વેપારી અને ઓકસમેનનું કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. મરચાની હરાજીમાં આવેલ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરાયું હતું. સિઝનની સૌપ્રથમ અંદાજે 3500 થી 4000 હજાર મરચાની ભારીની આવક નોંધાઈ. હરાજીમાં મુહૂર્તમાં સાનિયા મરચાની 1 ભારી ના 20 કિલોના રેકોર્ડબ્રેક ભાવ રૂ. 23,113 સુધીના ભાવ બોલાયા હતા. અનિડા ભાલોડી ગામના સંદીપભાઈ હરિભાઈ ભાલોડી નામના ખેડૂતને મુહૂર્તનો ભાવ મળ્યો હતો. યાર્ડમાં બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો. યાર્ડમાં મરચાની હરરાજીમાં સરેરાશ ભાવ 3000 થી લઈ 6000 સુધીના ભાવ બોલાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં આવતા હોય છે. રાજસ્થાન, યુ.પી, એમ.પી, તેલંગાણા, કેરેલા, સહિતના રાજ્યોમાંથી વેપારીઓ માલ ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવે છે. ગોંડલનું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો પોતાનો મરચાનો પાક સુકવી ને લાવે તેવી અપીલ કરવામાં આવી હતી.
સમગ્ર ભારતભરમાં ગોંડલનું મરચું પ્રખ્યાત છે
સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી જેવાકે રાજકોટ જિલ્લો, જામનગર, જૂનાગઢ જીલ્લા માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે. અહીં નું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. આ વર્ષે મરચાની સિઝન સૌ પ્રથમ આવક કરવામાં આવી હતી યાર્ડમાં આજરોજ અંદાજે 3500 થી 4000 ભારી ની આવક થવા પામી હતી. હરરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચા ના ભાવ 3000 થી 6000 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચા ની 1 ભારીના રેકોર્ડબ્રેક ભાવ 23113 સુધી બોલાયા હતા.
ગુજરાત બન્યું મિર્ઝાપુર! અહીં ગુંડાઓને કોઈ ડર નથી, આજની આ 3 ઘટનાઓ છે મોટો પુરાવો
પ્રથમ પૂજા વિધિ કરી હરાજી શરૂ કરવામાં આવી
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગતરોજ સાંજે મરચાની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૂ કરવામાં આવી હતી અંદાજે 400થી વધુ વાહન યાર્ડની બન્ને બાજુ લાંબી કતાર લાગી જવા પામી હતી. આજરોજ સવારે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશભાઈ ક્યાડા દ્વારા સૌ પ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂત, વેપારી અને ઓકસમેન ને કુમકુમ તિલક કરવામાં આવ્યા હતા. અને શ્રીફળ વધેરી મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી હતી. મુહૂર્તમાં 1 ભારીના રેકોર્ડબ્રેક રૂ. 23113 ભાવ અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપભાઈ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા હતા અને બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન નીકળ્યું, આણંદના શખ્સે મર્ડરમા કરી હતી મદદ
યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. તેમજ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ છે ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટી ના મરચા નું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. અને ખેડૂતો પોતાનો મરચા નો પાક સુકવી ને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી હતી.
અન્ય રાજ્યોમાંથી વેપારીઓ માલ ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે.
કાતિલ ઠંડી સાથે ગુજરાત પર આવશે મોટું સંકટ, આજકાલમાં ત્રાટકવાની છે શક્યતા