ગુજરાત બન્યું મિર્ઝાપુર! સુરક્ષિત રાજ્યમાં ગુંડાઓને પોલીસ અને કાયદાનો કોઈ ડર નથી, આજની આ 3 ઘટના છે મોટો પુરાવો

Gujarat Crime News : રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો... સન્ની પાજી નામના કુખ્યાતે ડે.મેયર અને તેમના ભાઈ સહિત ત્રણ લોકો પર કર્યો છરીથી હુમલો... સારવાર માટે ખસેડાયા અમદાવાદ.. તો આરોપીની કરાઈ અટકાયત..

ગુજરાત બન્યું મિર્ઝાપુર! સુરક્ષિત રાજ્યમાં ગુંડાઓને પોલીસ અને કાયદાનો કોઈ ડર નથી, આજની આ 3 ઘટના છે મોટો પુરાવો

Gujarat Crime News : ગુજરાતમાં જાણે હવે ગુંડારાજ આવી ગયું હોય તેવા સમાચારો દિવસે ને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે પછી વડોદરા. તમામ શહેરોમાં ગુંડા તત્વોને પોલીસનો સહેજ પણ ભય નથી એવું લાગી રહ્યું છે. કોઈ પણ ગુનાને અંજામ આપતા હવે ગુનેગારો એક ક્ષણ માટે પણ પોલીસનો વિચાર કરતા ન હોય તેવું દ્રશ્યમાન થાય છે. આવું એટલા માટે કહીએ છીએ, કારણ કે બે દિવસમાં બનેલી આ માત્ર ત્રણ મોટી ઘટના પર નજર કરો. એક બાજુ જ્યાં અમદાવાદમાં જાહેર રોડ પર, પોલીસ ચોકીની એકદમ બાજુમાં જ એક ફ્રૂટના વેપારીને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા. બીજી તરફ રાજકોટમાં કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતું શહેરના ડેપ્યુટી મેયરને એક કુખ્યાત વ્યક્તિએ છરીના ઘા ઝીંકી દીધા. જેના કારણે તેઓ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે કે વડોદરામાં તો પોલીસની નજર સામે જ પૂર્વ કોર્પોરેટરના પુત્રને મોતને ઘાટ ઉતારી દેવાયાની વાત સામે આવી છે. હોસ્પિટલની અંદર પૂર્વ કોર્પોરેટરના પુત્રને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારાયો. આ દ્રશ્યો પરથી હવે ગુજરાતના લોકો પણ ડરી રહ્યા છે. જે ગુજરાત અન્ય રાજ્ય કરતા 100 ગણુ સુરક્ષિત કહેવાતું હતું તે ગુજરાતને હવે કોઈની નજર લાગી હોય તેવું લાગે છે. હવે અહીં ગુંડાઓને પોલીસ અને કાયદાનો કોઈ ડર નથી.

રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલો
રાજકોટના ડેપ્યુટી મેયર પર હુમલો કરાયાની ઘટના બની છે. રાજકોટના જામનગર રોડ પર મોડી રાત્રે આ ઘટના બની હતી. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિત ત્રણ લોકો પર હુમલો કરાયો હતો. સન્ની પાજી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે હાલ નરેન્દ્રસિંહ સહિતના લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. હુમલો કરનાર સન્ની પાજીની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી છે. બંને વચ્ચે રેસ્ટોરન્ટના ધંધા બાબતે માથાકૂટ થઈ હોવાની ચર્ચા બાદ હુમલાની ઘટના બની હતી.

વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા
સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. તપન પરમારની વિધર્મી યુવાને હત્યા પોલીસ દોડતી થી છે. પોલીસની હાજરીમાં જ ઘટના બની હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સયાજી હૉસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ બહાર જ આ હત્યા કરવામાં આવી હતી. કુખ્યાત આરોપી બાબરે સામાન્ય બોલાચાલી બાદ આ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ DCP, ACP કક્ષાના અધિકારીઓ હૉસ્પિટલ પહોંચ્યા છે. ભાજપના નેતાઓ પણ સયાજી હૉસ્પિટલ પહોંચ્યા છે. સયાજી હૉસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 18, 2024

 

અમદાવાદમાં જાહેરમાં હત્યા
અમદાવાદ શહેરમાં પણ ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. એક બાદ એક હત્યા અને લૂંટ જેવા હાઇપ્રોફાઇલ બનાવ બની રહ્યા છે. તેવામાં નેહરુનગર પાસે શનિવારે રાત્રે આઠ વાગ્યે ફાયરિંગ થયાની ઘટના બની હતી. અહીં આવેલી બોરાણા શાકભાજીની દુકાન પર વેપારી બેઠા હતા. ત્યારે બાજુમાં આવેલી ટાગોર પાર્ક ચોકી તરફથી બે શખ્સો આવ્યા અને દુકાન બહાર ફૂટપાથ પર બેઠેલા વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને લઈને અહીં ઉભેલા ગ્રાહકોમાં નાસભાગ મચી ગઇ હતી. જ્યારે વેપારીને કાનના ભાગે ગોળી વાગતા સારવાર હેઠળ ખસેડયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news