Income Tax Limit: જો તમે પણ આવકવેરો ભરતા હોવ તો તમને આ વખતે બજેટમાં મોટી ખુશખબરી મળવાની છે. ખાસ વાત એ છે કે આ વખતે બજેટમાં તમને એક કે બે નહીં પરંતુ 3 ખુશખબર મળવાના છે. બેઝિક ટેક્સ લિમિટ વધારવા ઉપરાંત નાણામંત્રી બીજા પણ અનેક મોટા એલાન કરી શકે છે. બજેટમાં હવે માત્ર 21 દિવસ જેટલો સમય રહી ગયો છે. આ વખતે કયા કયા મોરચે રાહત મળી શકે છે તે વિશે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 વર્ષ બાદ વધી શકે છે ટેક્સ લિમિટ
અત્રે જણાવવાનું કે 9 વર્ષથી ટેક્સ લિમિટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી તો આ વખતે સરકાર આ લિમિટમાં મોટી રાહત આપી શકે છે. આ સાથે જ નોકરીયાતોને 80 સી હેઠળ મોટો ફાયદો મળી શકે છે. 


વધી શકે છે 80સીની લિમિટ
આ ઉપરાંત સરકાર ટેક્સમાં 80 સી હેઠળ મળનારી છૂટનો દાયરો પણ વધારી શકે છે. હાલ આવક પર સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટનો ફાયદો મળે છે. તેમાં સરકારી યોજના જેમ કે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપરાંત લાઈફ ઈન્શ્યુરન્સ સહિત અનેક યોજનાઓ સામેલ છે. 80સીની લિમિટ વધારવાથી નોકરીયાતોને મોટી રાહત મળશે. 


ગજબ ભેજું આ ગુજ્જુભાઈનું!, સ્કૂટી પર ઢગલો સિક્કા ચોંટાડી દીધા, જુઓ Viral Video


આગામી લોકસભા ચૂંટણીમાં નીતિશકુમાર હશે PM પદના ઉમેદવાર? આ દિગ્ગજ નેતાનું મોટું નિવેદન


આધાર કાર્ડ અસલી છે કે પછી નકલી? આ સરળ સ્ટેપ્સથી કરો ઓળખ, નકલી આધાર કરાવશે નુક્સાન


વધી શકે છે આવકવેરાની બેઝિક લિમિટ
વિશેષજ્ઞોનું માનવું છે કે આ વખતે સરકાર બેઝિક લિમિટને 2.50 લાખ રૂપિયાથી વધારીને 3.50 લાખ રૂપિયા કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ લિમિટમાં છેલ્લીવાર વધારો વર્ષ 2014માં થયો હતો. તે પહેલા લિમિટ 2 લાખની હતી તે સમયે 50,000 રૂપિયાનો વધારો કરીને 2.5 લાખ કરી દેવાયો. છેલ્લા 9 વર્ષથી આ લિમિટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે નાણામંત્રી આ લિમિટને વધારીને રાહત આપી શકે છે. 


3 વર્ષ સુધી એફડી પર મળી શકે છે ટેક્સ છૂટ
આ સાથે જ નાણામંત્રી 3 વર્ષ સુધીની ટેક્સ ડિપોઝિટને પણ ટેક્સ ફ્રી કરી શકે છે. આ વખતે બજેટથી સામાન્ય માણસથી લઈને મિડલ ક્લાસ સુધીના તમામને ખુબ આશાઓ છે. અત્રે જણાવવાનું કે હાલ 5 વર્ષ સુધીની એફડી પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે જેને ઘટાડીને 3 વર્ષ સુધીનો કરી શકે છે. આમ કરવાથી રોકાણ માટે વધુ ઓપ્શન મળી શકે છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube