Aadhaar: અસલી/ નકલી આધાર કાર્ડની આ સરળ સ્ટેપ્સથી કરો ઓળખ, નકલી આધાર નંબર કરાવશે નુક્સાન
વર્ષ 2009માં તત્કાલીન કેન્દ્ર સરકારે દેશમાં આધાર કાર્ડ યોજના શરૂ કરી હતી. ત્યાર પછી આધાર કાર્ડનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આધાર કાર્ડ આજકાલ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક છે. શું તમારે એ જાણવું છે કે આધારકાર્ડ અસલી છે કે નકલી. તો તમે તેની ઓળખ ઘરે બેઠાં જ કરી શકો છો. UIDAIએ એક સરળ રીત જણાવી છે, આવો જોઈએ.
Trending Photos
વર્ષ 2009માં તત્કાલીન કેન્દ્ર સરકારે દેશમાં આધાર કાર્ડ યોજના શરૂ કરી હતી. ત્યાર પછી આધાર કાર્ડનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આધાર કાર્ડ આજકાલ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક છે કારણ કે તેમાં તમામ નાગરિકોની બાયોમેટ્રિક માહિતી સામેલ હોય છે. ટ્રેનમાં મુસાફરીથી માંડીને બાળકના સ્કૂલ એડમિશન સુધી, બેંક ખાતું ખોલાવવાથી લઈને શેરબજારમાં રોકાણ કરવા સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. અને આવાં કામો આધારકાર્ડ વિના અટકી જતા હોય છે.
આધારની વધતી જતી ઉપયોગિતાની સાથે સાથે તેનાથી સંબંધિત છેતરપિંડીના કેસોમાં પણ તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) મંત્રાલય હેઠળ કામ કરે છે.
મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ UIDAI સાથે મળીને નકલી આધાર કાર્ડ ચેક કરવાની સરળ રીત જણાવી છે. UIDAIએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ શેર કરીને ચેતવણી આપી છે. UIDAIએ જણાવ્યું છે કે દરેક 12 અંકનો અંક આધાર કાર્ડ નંબર નથી હોતો. આવી સ્થિતિમાં નાગરિકોએ આવા નકલી આધાર નંબરોથી સાવધાન રહેવાની જરૂર છે. આ સાથે UIDAIએ પણ કહ્યું છે કે તમારે ક્રોસ ચેકિંગ વિના આધાર કાર્ડ સ્વીકારવું જોઈએ નહીં.
અસલી/ નકલી આધાર કાર્ડની ઓળખ આ રીતે કરો
સૌથી પહેલાં UIDAIની સત્તાવાર વેબસાઈટ, આધાર જારી કરનાર સંસ્થા uidai.gov.in પર ક્લિક કરો
આગળ My Aadhaar વિકલ્પ પર ક્લિક કરો
આ પછી, તમારી સામે આધાર સંબંધિત ઘણી સેવાઓનું લિસ્ટ ખુલશે
અહીં Verify an Aadhaar number પર ક્લિક કરો
પછી 12 આંકડાના આધાર નંબરને દાખલ કરો
ત્યારપછી Captcha દાખલ કરો
જો તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો હશે તો તમને આગળના પેજ પર ડાયવર્ટ કરી દેવાશે
ત્યારબાદ આપનો આધાર નંબર, ઉંમર, લિંગ અને રાજ્ય નોંધાયેલું હોય તો આપનું આધાર કાર્ડ અસલી છે. જો આટલી માહિતી ના હોય તો આધાર કાર્ડ નકલી હોઈ શકે છે.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે