Business Idea: નાના શહેરો કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને સારી કમાણી કરવી હોય તો તેને પોતાનું ઘર પરિવાર છોડીને મોટા શહેરમાં વસવું પડે છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં નોકરીની સારી તકો મળતી નથી. જોકે ઘણા લોકો એવા હોય છે જે પોતાના ઘર પરિવારને છોડવા ઈચ્છતા નથી. આવા લોકો માટે પોતાનો બિઝનેસ કરવો બેસ્ટ આઈડિયા હોય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તાર અને નાના શહેરોમાં એવો કયો બિઝનેસ કરવો કે જેમાં ખર્ચ ઓછો હોય અને નફો વધારે થાય ? આવો પ્રશ્ન જેમના મનમાં થતો હોય તેમને આજે 10 એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીએ જેને તમે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરી શકો છો. આ બિઝનેસ એવા છે જેમાં તમારે લાખો રૂપિયાનું રોકાણ પણ નહીં કરવું પડે ખૂબ ઓછા ખર્ચે આ બિઝનેસ શરૂ થઈ જાય છે અને પછી દર મહિને તમે હજારો રૂપિયામાં કમાણી પણ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


SBI ની આ Deposit Scheme છે જોરદાર, એકવારના રોકાણ પછી દર મહિને મળશે આટલા હજાર


આ યોજનાઓમાં કરશો રોકાણ તો રિટર્ન મળે લાખોમાં અને ટેક્સમાંથી મળશે છુટ


ભારતના મોટા ધનકુબેર હોવા છતા જાણો કેટલું સાદગી ભર્યું જીવન જીવે છે ગૌતમ અદાણી


નાના શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં બિઝનેસ શરૂ કરવો શહેરની સરખામણીમાં સરળ હોય છે. કારણ કે અહીં શહેરોની સરખામણીમાં જગ્યા સરળતાથી મળી જાય છે. સાથે જ બિઝનેસ માટે ઘણા બધા ઓપ્શન પણ હોય છે. આ ઓપ્શન સાથે તમે ઓછા રોકાણે બિઝનેસ ઝડપથી શરૂ કરી શકો છો. 


10 બિઝનેસ આઈડિયા


ડેરી ફાર્મિંગ
મશીનરી રેંટલ
ફળ અને શાકની ખેતી
પરચૂરણ વસ્તુઓની દુકાન
ફૂલની ખેતી
ચાની દુકાન
ગોબર ગેસ ઉત્પાદન
ઈંટરનેટ કૈફે
ઓઈલ મિલ
ફર્નિચરની ફેક્ટ્રી કે દુકાન


આદર્શ બિઝનેસ આઈડિયા થી તમે તમારા ગામ કે નાનકડા શહેરમાં રહીને પણ પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસ એવા છે જેમાં તમારે શરૂઆતમાં રોકાણ પણ ઓછું કરવાનું રહેશે. ખૂબ ઓછા રોકાણ સાથે આ બધા જ બિઝનેસ શરૂ થઈ જાય છે. જો એક વખત તમારો બિઝનેસ સેટ થઈ જાય તો તમે દર મહિને હજારો રૂપિયાની કમાણી ઘર બેઠા કરી શકો છો.