SBI ની આ Deposit Scheme છે જોરદાર, એકવારના રોકાણ પછી દર મહિને મળશે આટલા હજાર

SBI Deposit Scheme: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે અલગ અલગ પ્રકારની સેવિંગ સ્કીમ ચલાવે છે. આ સ્કીમમાંથી એક લોકપ્રિય સ્કીમ છે એસબીઆઇ એન્યુએટી ડિપોઝિટ સ્કીમ. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં એક સાથે પૈસા રોક્યા પછી તમને દર મહિને ગેરંટીડ ઇન્કમ મળે છે.
 
આ પણ વાંચો:

એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ સ્કીમમાં કોઈપણ વ્યક્તિ ત્રણ વર્ષથી લઈને 10 વર્ષ સુધી રેગ્યુલર ઇન્કમ જમા કરી શકે છે. આ સ્કીમમાં 36, 60, 84 કે 120 દિવસ માટે પૈસા ડિપોઝિટ કરી શકાય છે. આ સ્કીમ sbi ની બધી જ બ્રાન્ચ પર ઉપલબ્ધ હોય છે. આ સ્કીમ માં તમારે દર મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવવા પડે છે.

આ સ્કીમ માં વ્યાજ દર સેવિંગ અકાઉન્ટ કરતા વધારે છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં એકાઉન્ટ ખોલતી વખતે જે વ્યાજ દર હશે તે યોજનાની અવધી સુધી મળતું રહેશે. વ્યાજમાં કોઈ પણ ઘટાડો પાછળથી નહીં થાય. 

દાખલા તરીકે જો તમે આ સ્કીમમાં 7.5 ટકા વ્યાજના દરે 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો દર મહિને તમને 11,870 મળે છે. આ સ્કીમમાં તમને લોનની સુવિધા પણ મળે છે જરૂર પડે તમે તમારા એકાઉન્ટમાં જમા બેલેન્સ ના 75% સુધીની લોન મેળવી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news