Pixie Curtis: આજ સુધી તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે 11 વર્ષની છોકરીએ તેના રિટાયર્ડમેન્ટ લીધું હોય અને તે પણ જ્યારે તે દર મહિને રૂ. 1 કરોડ કમાય છે. સાંભળીને થોડું વિચિત્ર લાગતું હશે, પરંતુ આ સાચી વાત છે. હકીકતમાં, ઑસ્ટ્રેલિયાની 11 વર્ષની છોકરી "પિક્સી કર્ટિસ" એ તેના કરોડો રૂપિયાના બિઝનેસને અધવચ્ચે છોડીને રિટાયર્ડમેન્ટ લઈ લીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મર્સિડીઝમાં કરે છે મુસાફરી 
તમને જણાવી દઈએ કે પિક્સી કર્ટિસ ઓસ્ટ્રેલિયાના મશહૂર રિલેશન ગુરુ રોક્સી જેસેન્કોની પુત્રી છે. પિક્સી કર્ટિસ એક એન્ટરપ્રિનીયોર છે. તેણે ખૂબ જ નાની ઉંમરમાં કરોડોનો બિઝનેસ ઉભો કર્યો છે. પિક્સી કર્ટિસે માત્ર 11 વર્ષની ઉંમરમાં એટલી કમાણી કરી લીધી છે કે આજે તે મર્સિડીઝ કારમાં મુસાફરી કરે છે. તેની પાસે એક આલીશાન બંગલો પણ છે, જેની કિંમત કરોડોમાં છે.


આ પણ વાંચો:
Jioની ધુંઆધાર ઓફર! આ પ્લાન્સ સાથે Free મળી રહ્યો છે 40GB ડેટા
આ 4 રાશિના જાતકો ચેતી જજો! 2 મહિના ખુબ જ સાચવજો, બની રહ્યો છે અશુભ 'ષડાષ્ટક યોગ'
2 દિવસ બાદ 'મૃત્યુ પંચક'નો યોગ, ભૂલથી પણ 5 દિવસ સુધી ન કરતા આ કામ; નહીંતર પસ્તાશો!



આ વસ્તુનો કરે છે બિઝનેસ
વાસ્તવમાં, પિક્સીએ ખૂબ જ નાની ઉંમરે તેના પિતાને તેમના વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કર્યું. આ પછી તેણે પોતાનો ઓનલાઈન ટોય સ્ટોર ખોલ્યો. નસીબ એવું છે કે તે ખૂબ હિટ પણ થઈ. તમને યાદ હશે કે થોડા વર્ષો પહેલા ફિજેટ સ્પિનર ​​નામનું એક રમકડું માર્કેટમાં આવ્યું હતું, જે બાળકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. તમને જણાવી દઈએ કે Pixieએ આ સ્પિનરને માર્કેટમાં લૉન્ચ કર્યું હતું અને આ સ્પિનરને કારણે Pixie દર મહિને કરોડોની કમાણી કરતી હતી. આ સિવાય તમને જણાવી દઈએ કે પિક્સી સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી કમાણી કરે છે.


આ કારણોસર લીધું રિટાયરમેન્ટ
જો કે, પિક્સીએ હવે તેના બિઝનેસમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે. તે હવે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે, જે તેણે બિઝનેસ કરવાને કારણે અધવચ્ચે જ છોડી દીધો હતો. પિક્સીની માતા કહે છે કે બિઝનેસ કરવા માટે તેની પાસે પુરી લાઈફ છે, તેથી પિક્સીએ હવે તેનો અભ્યાસ પૂર્ણ કરવો જોઈએ અને તેના બાળપણનો સંપૂર્ણ આનંદ માણવો જોઈએ.


આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube