Mrityu Panchak 2023: 2 દિવસ બાદ 'મૃત્યુ પંચક'નો યોગ, ભૂલથી પણ 5 દિવસ સુધી ન કરતા આ કામ; નહીંતર પસ્તાશો!

Mrityu Panchak 2023 Don't: જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દર મહિને અલગ-અલગ પંચક હોય છે. આ વખતે 'મૃત્યુ પંચક' મે મહિનામાં યોજાવા જઈ રહ્યું છે. આ પંચકમાં અમુક કાર્ય કરવાની સદંતર મનાઈ કરવામાં આવી છે.

Mrityu Panchak 2023: 2 દિવસ બાદ 'મૃત્યુ પંચક'નો યોગ, ભૂલથી પણ 5 દિવસ સુધી ન કરતા આ કામ; નહીંતર પસ્તાશો!

Mrityu Panchak 2023 Starting Date: પુરાણોમાં પંચકને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ પંચક દર મહિને આવે છે. આ પંચક 5 પ્રકારના હોય છે જેમ કે રાજ પંચક, મૃત્યુ પંચક, રોગ પંચક, અગ્નિ પંચક અને ચોર પંચક. પંચકના 5 દિવસોમાં શુભ કાર્ય કરવાની મનાઈ કરવામાં આવી છે. આ વર્ષે મે મહિનામાં મૃત્યુ પંચક યોજાવા જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જો મૃત્યુ પંચક કાળમાં કોઈનું મૃત્યુ થાય છે, તો પરિવારના બાકીના લોકો પર મુશ્કેલીના વાદળો મંડરાઈ જાય છે. ચાલો જાણીએ કે મૃત્યુ પંચક ક્યારે શરૂ થઈ રહ્યું છે અને આ સમય દરમિયાન શું કરવું અને શું ન કરવું.

મૃત્યુ પંચક 2023 કેટલો સમય ચાલશે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શનિવારથી શરૂ થતા પંચકને 'મૃત્યુ પંચક' કહેવામાં આવે છે. તેના નામ પ્રમાણે આ મૃત્યુ પંચક મૃત્યુ જેવી તકલીફ અને તણાવનું કારણ હોય છે. આ વખતે મૃત્યુ પંચક 13 મે, 2023 ના રોજ બપોરે 12:18 વાગ્યે શરૂ થશે અને 17 મે, 2023 ના રોજ સવારે 07:39 વાગ્યે સમાપ્ત થશે.

મૃત્યુ પંચકમાં શું કરવું?
ધાર્મિક વિદ્વાનોના મતે જ્યારે મૃત્યુ પંચક ચાલુ હોય અને તે દરમિયાન કોઈનું મૃત્યુ થઈ જાય તો તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો જોઈએ. તેમજ તે મૃતદેહની સાથે કુશના 5 પૂતળા બનાવો અને વિધિ-વિધાન અનુસાર અંતિમ સંસ્કાર કરો. આમ કરવાથી મૃત્યુ પંચકના અશુભ પરિણામોથી બચી શકાય છે.

મૃત્યુ પંચકમાં શું ન કરવું?
મૃત્યુ પંચકના આ 5 દિવસો દરમિયાન લોકોએ અમુક કર્યો ન કરવા જોઈએ..આ સમય દરમિયાન પારણું ન બાંધવું જોઈએ. આ સિવાય દક્ષિણ દિશામાં યાત્રા કરવી પણ વર્જિત માનવામાં આવે છે. આ મૃત્યુ પંચક ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મૃત્યુ પંચકમાં જો કોઈનું મૃત્યુ થાય છે, તો એક જ પરિવાર અથવા ગામમાં વધુ 5 લોકો મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં મૃતકના અંતિમ સંસ્કાર કેટલાક વિશેષ ઉપાયોથી કરવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
આ 3 રાશિના લોકો પર શનિની ક્રુર દ્રષ્ટિ, સમસ્યાઓ દુર કરવા શનિ જયંતિ પર કરી લો આ ઉપાય
રાશિફળ 11 મે: આ જાતકો માટે અત્યંત ભાગ્યશાળી રહેશે આજનો દિવસ, અટકેલા કામ પાર પડશે
CSK vs DC: ચેન્નઈ સુપર કિંગ્સનો 27 રને વિજય, દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news