ભારતીય રેલવેના પ્રાઇવેટ પ્લેયર ટ્રેન પ્રોજેક્ટનો જોરદાર રિસ્પોન્સ, આ મોટી કંપનીઓ આવી સામે
પહેલી પ્રી બિડ મીટિંગમાં ટાટા (Tata Sons) અને અદાણી (Adani Group) બેઠકમાં સામેલ થઇ નહી. માનવામાં આવી રહ્યું હતું કે પહેલી પ્રી બિડની બેઠકમાં આ બંને કંપનીઓ સામેલ થશે.
નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways) દ્વારા ખાનગી રેલગાડીઓ ચલાવવાની જાહેરાત બાદ મોટી કોર્પોરેટ કંપનીઓ ખૂબ રસ ધરાવે છે. રેલવે દ્વાર બોલાવવામાં આવેલી પ્રથમ પ્રી-બિડ મીટિંગમાં 16 કંપનીઓએ ભાગ લીધો. ભારત સરકાર 3 પીએસયૂ (PSUs)થી માંડીને ઓસ્ટ્રેલિયાઇ ફર્મ સુધી રેલના પાટા પર પ્રાઇવેટ પ્લેયર (Private Players) ટ્રેન દોડાવવામાં રસ દાખવ્યો છે.
આ છે તે 16 કંપનીઓ જે બેઠકમાં થઇ સામેલ
સૂત્રોનું કહેવું છે કે પહેલી પ્રી બિડ મીટિંગમાં ત્રણ પીએસયૂ આઇઆરસીટીસી (IRCTC), ભેલ (BHEL) અને રાઇટ્સ (RITES) સામેલ થયા. આ ઉપરાંત ભારત ફોર્ગ BHARAT FORGE), બોમ્બારડિયર (BOMBARDIER INDIA), જીએમઆર ગ્રુપ (GMR GROUP), ગેટવે રેલ (GATEWAY RAIL), વેદાંતા (VEDANATA), મેઘા (MEDHA), અને ઓસ્ટ્રેલિયાઇ કંપની સીએએફ (CAF)એ ભાગ લીધો.
સૂત્રોના અનુસાર પહેલી પ્રી બિડ મીટિંગમાં ટાટા (Tata Sons) અને અદાણી (Adani Group) બેઠકમાં સામેલ થઇ નહી. માનવામાં આવી રહ્યું હતું કે પહેલી પ્રી બિડની બેઠકમાં આ બંને કંપનીઓ સામેલ થશે. આ ઉપરાંત સ્પાઇસજેટ (Spicejet), ઇંડિગો (IndiGo) અને મેક માઇ ટ્રિપ (MakeMyTrip)ને લઇને પણ ચર્ચા રહી, પરંતુ બિડિંગ પ્રક્રિયા પહેલાં નંબર પર આ કંપનીઓ પણ સામેલ ન હતી. જાણકારોનું કહેવું છે કે પ્રાઇવેટ પ્લેયર ટ્રેન પ્રોજેક્ટ્ની આગામી પ્રી બિડ મીટિંગ 7 ઓગસ્ટના રોજ થશે.
તમને જણાવી દઇએ કે ભારતીય રેલવે (Indian Railways)એ પોતાના નેટવર્ક પર ખાનગી કંપનીઓની યાત્રી રેલગાડીઓના સંચાલનની પરવાનગી આપવાની યોજનાને ઔપચારિક રીતે આગળ વધારવા માટે આ મહિનાની શરૂઆતમાં દેશભરમાં 109 જોડી પર 151 આધુનિક યાત્રી રેલગાડીઓ ચલાવવા માટે પ્રસ્તાવ આમંત્રિત કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube