જો તમે ટેક્સટાઇલ ઇંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગો છો તો તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો. કેંદ્વ સરકારે કહ્યું કે દેશના વસ્ત્ર ઉદ્યોગને 2022 સુધી 1.7 કરોડ વધારાના લોકોની જરૂર પડશે. આ ક્ષેત્રમાં હાલ 4.5 કરોડ લોકો કામ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્સટાઇલ મંત્રાલયે કહ્યું કે ગત 4 વર્ષોમાં કુશળ કાર્યબળની ઉદ્યોગની જરૂરિયાતને પુરી કરવા માટે 58 સરકારી અને ઉદ્યોગો સાથે ભાગીદારી સાથે અમ્ળીને 8.58 લાખ લોકોને ટ્રેઇન કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે નિર્યાતને પ્રોત્સાહન આપવાની તેમની રણનિતીમાં વિભિન્ન બજારોમાં સંભાવનાઓની શોધ અને સહયોગી નિર્યાતને પ્રોત્સાહન આપવું સામેલ છે. 

સરકારી બેંકોમાં આજથી આગામી 6 દિવસોમાંથી એક જ દિવસ થશે કામકાજ, જાણો શું છે કારણ


હિંદુસ્તાન સેનેટરીવેર આપશે 1200 લોકોને નોકરી
હિંદુસ્તાન સેનેટરીવેર એન્ડ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (HSIL) એ ઓડિશાના કટકમાં કાચના કંટેનર બનાવવા માટે 350 કરોડ રૂપિયાના રોકાણથી મેન્યુફેંક્ચરિંગ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. રાજ્ય સરકારના સૂત્રોએ ગુરૂવારે તેની જાણકારી આપી હતી. 

એક નાનકડી વાળંદની દુકાનથી કરી હતી શરૂઆત, આજે છે 600 લક્સરી કારોના માલિક


એક અધિકારીએ કહ્યું કે આ પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 1,30,000 ટન હશે અને તેનાથી 1,200 લોકોને પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રોજગાર રોજગારી મળશે. અધિકારીએ કહ્યું કે ઓડિશાના રાજ્ય સ્તરીય સુવિધા પુરી પાડવાર સેલે રાજ્ય સ્તરીય સિંગલ વિન્ડો સ્વીકૃતિ જોગવાઇના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.