વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ સ્વરૂપે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વેપાર-વાણિજ્ય ક્ષેત્રે અને રોજગારી ક્ષેત્રે અગ્રેસર લાવવા સપનું સેવ્યુ હતુ. પ્રતિ બે વર્ષે યોજાતી આ સમીટ આજે વૈશ્વિક ઓળખ બની ગઇ છે એટલું જ નહીં  દુનિયાભરના દેશો આજે આ સમીટમાં સહભાગી થવા થનગને છે. નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે વૈશ્વિક અગ્રણીઓ અને ઉદ્યોગોના સંચાલકો ગુજરાતમાં મૂડી રોકાણ અંગે વ્યુહાત્મક ભાગીદારી, વેપાર અને ઉદ્યોગોમાં વિવિધ તકો વિશે વિચાર-વિમર્શ કરી શકે અને ગુજરાતમાં મૂડી રોકાણ થઈ શકે તે હેતુથી આગામી 19 જાન્યુઆરીના 2019 રોજ ‘આફ્રિકન ડે- આફ્રિકા દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારનો 'મેગા જોબ પ્રોગ્રામ', આ રીતે પુરો થશે 10 લાખ યુવાનોને નોકરી આપવાનો ટાર્ગેટ


આ ઈવેન્ટ્સના આયોજન માટે ઈન્ડો-આફ્રિકા ચેમ્બર્સ ઑફ કોમર્સની આયોજક પાર્ટનર માટે પસંદગી કરવામાં આવી છે. નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દક્ષિણ આફ્રિકા અને મોરક્કો ભાગીદાર દેશ તરીકે રહેશે. ભારત તથા આફ્રિકા અને ખાસ કરીને ગુજરાત અને આફ્રિકા વચ્ચેના દ્રિ-પક્ષીય વ્યાપારીક સંબંધો વધુ ફળદાયી અને વિકસિત બને એ માટે પૂરતી તકો મળે તે હેતુથી આ દિવસે સંયુક્ત મંચ પૂરો પાડવાનો એક પ્રયાસ કરવામાં આવશે. 


ભારતની સૌથી મોટી બિઝનેસ સમિટમાં પ્રથમવાર આફ્રિકા ખંડના બે દેશો દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે રહેશે. કુદરતી સંપત્તિથી સમૃદ્ધ અને ઝડપથી વિકસી રહેલા આફ્રિકન ખંડના ઉભરી રહેલા મહત્વને દર્શાવે છે. આ સમિટમાં બંન્ને દેશો તેમના પ્રતિનિધિ તરીકે વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રીઓ–અધિકારીઓ મોકલશે. જેની સાથે સ્થાનિક વેપાર ઉદ્યોગ-ગૃહના ઉદ્યોગપતિ પણ રહેશે.  

GST લાવ્યું અચ્છે દિન, ઘરેલૂ સામાન પર દરેક પરિવારને થાય છે આટલા રૂપિયા બચત


પ્રતિનિધિ મંડળમાં ઉદ્યોગ, મૂડીરોકાણ, વેપાર અને ડીજીટલ ઈકોનોમીના મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગકારો તેમજ ઉર્જા, ખાણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મંત્રી પણ ઉપસ્થિત રહેશે. વધુમાં આ પ્રતિનિધિ મંડળમાં ફેડરેશન ઑફ ઈજીપ્શિઅન ઇન્ડસ્ટ્રીઝ (FEI), ઈજિપ્તના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર; ‘ઇન્વેસ્ટ સાઉથ આફ્રિકા’ના વડા અને નવી દિલ્હી ખાતેના વિવિધ આફ્રિકન દેશોના રાજદૂતો અને ઉચ્ચ આયુક્તો જોડાશે. સમગ્ર આફ્રિકન ખંડના દેશો ઉપરાંત અન્ય દેશો પણ ‘આફ્રિકન ડે’ ઈવેન્ટમાં હાજર રહેશે. 
 
‘આફ્રિકન ડે’ની આ એક દિવસીય ઈવેન્ટની શરૂઆત સવારે પ્લેનરી સેશનથી થશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આફ્રિકાના પ્રધાનો તથા આફ્રિકન યુનિયન અને આફ્રિકન ડેવેલપમન્ટ બેંક જેવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત આફ્રિકન રાજ્યોના વડાઓ સાથે કેન્દ્ર સરકારના વરિષ્ઠ પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે.


આ પ્રસંગે આફ્રિકન દેશો સાથેના વેપાર-વાણિજ્ય ક્ષેત્રે રહેલા તકો અને પડકારો સંદર્ભે એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આફ્રિકન દેશોમાં ઉદ્યોગોને અનુરૂપ વાતાવરણ, નિકાસની તકો, જમીનની પ્રાપ્યતા, મંજૂરી, કુશળ શ્રમિકોની ઉપલબ્ધિ અને સરકારી નીતિઓ અને પ્રશાસનિક બાબતો જેવા ક્ષેત્રો પણ ભારતીય ઉદ્યોગકારો અને  આફ્રિકાના દેશોમાં ઉદ્યોગકારોને એકબીજા દેશોમાં રોકાણની તકો માટે પ્રેરિત કરશે. આ ઇવેન્ટના મહત્વ વિશે જણાવતા અગ્રસચિવશ્રીએ કહ્યુ હતુ કે, આ ઈવેન્ટમાં હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, પુન:પ્રાપ્ય ઉર્જા, ખેતી આધારિત ઉદ્યોગો, હિરા અને ઝવેરાતનો વેપાર, ખાણ અને ખનિજ અને કૌશલ્ય નિર્માણ જેવા મહત્વના વિષયો આફ્રિકન દેશોના પ્રતિનિધિમંડળનું ધ્યાન આકર્ષિત કરશે. 

નોકરીઓ ગઈ, નાના ઉદ્યોગોનો ફાયદો ઘટ્યો, નોટબંધી અને GST જવાબદાર: સર્વે રિપોર્ટ


આ ઈવેન્ટ્સ દરમિયાન આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ અને ખનીજ વિકાસ જેવા ક્ષેત્રમાં અંદાજિત 12-15 જેટલા સમજૂતી કરાર થવાની સંભાવના છે. આ ઉપરાંત આફ્રિકન પ્રતિનિધિ મંડળ માટે ઝાયડ્સ હોસ્પીટલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિઓલોજી, અમૂલ ડેરીનું પ્રોસેસીંગ પ્લાંટ, આઈઆઈટી ગાંધીનગર, ગિફ્ટ સિટીની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આફ્રિકન અને ભારતીય કંપનીઓ તેમના પરસ્પર રસનાં ક્ષેત્રોના વિવિધ ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરી શકે એ માટે 2,200 ચોરસમીટર વિસ્તારમાં એક વિશેષ આફ્રિકા પેવેલિયન ઉભું કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ૫૪ આફ્રિકન દેશો પૈકીના ૩૨ દેશોએ સહમતી આપી છે અને બીજા વધુ કેટલાંક દેશો પણ જોડાય તેવી સંભાવના છે. ભારતમાંથી સુઝલોન, વેદાંતા, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ જેવી કંપનીઓ પણ આ ઇવેન્ટમાં જોડાઇ રહી છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત સરકારના બે પ્રતિનિધીમંડળોએ ભારતની અગ્રણી એવી આ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં આફ્રિકન દેશોનો સહયોગ વધે તે માટે વિવિધ આફ્રિકન દેશોની મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારના અગ્ર સચિવ જે.પી. ગુપ્તાએ તાન્ઝાનિયા, કેન્યા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી હતી. જ્યારે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે. હૈદરે તુર્કી, ઇજિપ્ત અને મોરોક્કોની મુલાકાત લીધી હતી. અત્રે નોંધનીય છે કે 10-13 જાન્યુઆરી, 2017માં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં આફ્રિકન ખંડમાંથી 18 આફ્રિકન દેશોના 160થી વધુ ડેલીગેટ્સએ ભાગ લીધો હતો.