નવી દિલ્હીઃ આજના સમયમાં લોકો મોટી સંખ્યામાં વીમો કરાવી રહ્યાં છે. આમ તો જીવન વીમા પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક જીવન વીમા પોલિસી સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે. જેમાં ખુબ ઓછા ભાવે તમે ઈન્શ્યોરન્સ કવરનો લાભ લઈ શકો છો. ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ આપવું સંભવ નથી. તેવામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PM Suraksha Bima Yojana)ગેમ ચેન્જર બનીને ઉભરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે થોડા વર્ષ પહેલા ખુબ સામાન્ય પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી PMSBY એક એવી સ્કીમ છે, જે હેઠળ માત્ર 20 રૂપિયામાં ખાતાધારકને 2 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવર મળે છે. આવો આ સ્કીમ વિશે જાણીએ...


આ પણ વાંચોઃ ₹4000 રૂપિયાવાળો આ શેર ₹656 પર આવી ગયો, વિદેશી ઈન્વેસ્ટરો સતત વેચી રહ્યાં છે શેર


જાણો શું છે PMSBY ની શરતો?
18-70 વર્ષની વયના લોકો PMSBY યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર રૂ.20 છે. PMSBY પોલિસી માટેનું પ્રીમિયમ પણ સીધા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે. પોલિસી ખરીદતી વખતે બેંક ખાતું PMSBY સાથે જોડાયેલ હોય છે. PMSBY પોલિસી અનુસાર, વીમો ખરીદનાર ગ્રાહકનું અકસ્માતમાં મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં, તેના આશ્રિતને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે.


12 રૂપિયાથી વધુ 20 રૂપિયા થયું વાર્ષિક પ્રીમિયમ
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી સ્કીમ છે. તેમાં દુર્ઘટનાની સ્થિતિમાં બે લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવે છે. તેનો લાભ લેવા માટે 1 જૂન 2022થી 20 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ છે. 1 જૂન 2022 પહેલા પ્રીમિયમ માત્ર 12 રૂપિયા હતું. PMSBY નો ઉદ્દેશ્ય ભારતની તે વસ્તીને સુરક્ષા પ્રદાન કરવાનું છે, જેની આવક ખુબ ઓછી છે. 


આ પણ વાંચોઃ સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, એક ક્લિકમાં જાણો લેટેસ્ટ કિંમત


જાણો કઈ રીતે થશે રજીસ્ટ્રેશન?
બેન્કની કોઈપણ શાખામાં જઈને તમે આ પોલિસી માટે અરજી કરી શકો છે. બેન્ક મિત્ર પણ પીએમએસબીવાઈને ઘરે ઘરે પહોંચાડી રહ્યાં છે. વીમા એન્જટનો તે માટે સંપર્ક કરી શકાય છે. સરકારી વીમા કંપનીઓ અને ઘણી ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીઓ પણ આ પ્લાન વેચે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube