Gold Price Today: સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, એક ક્લિકમાં જાણો લેટેસ્ટ કિંમત
વૈશ્વિક બજારની અસરને કારણે ભારતમાં સતત બીજા દિવસે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનામાં આજે 80 રૂપિયા તો ચાંદીમાં 800 રૂપિયા જેટલો ઘડાડો થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ મંગળવાર 8 ઓગસ્ટે સોના અને ચાંદીની ચમક ફીકી પડી ગતી. તેવામાં જો તમે સોના-ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર ચે. હકીકતમાં સોનામાં આજે 80 રૂપિયા અને ચાંદીમાં 800 રૂપિયાનો ઘટાડો થયો છે. તમે સોનું-ચાંદી ખરીદતા પહેલા જાણી લો કે તમારા શહેરમાં સોના-ચાંદીની કિંમત શું છે.
શું છે સોનાનો ભાવ?
એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઘટાડા વચ્ચે આજે રાજધાનીમાં સોનું 80 રૂપિયાના ઘટાડા સાથે 60120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. પાછલા કારોબારમાં સોનું 60200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
વાયદા કારોબારમાં એમસીએક્સ પર બપોરના સોદામાં સોનાનો ઓક્ટોબરનો કરાર ભાવ 50 રૂપિયાના ઘટાડા સાથે 59370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. એમસીએક્સમાં ચાંદીનો વાયદા ભાવ 225 રૂપિયા ઘટીને 71043 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો.
શું છે ચાંદીનો ભાવ?
આજે ચાંદી 800 રૂપિયા સસ્તી થઈને 74000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી હતી. તો વાયદા કારોબારમાં ચાંદી 255 રૂપિયા ઘટી 71043 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી. વિદેશી બજારોમાં સોનું 1932 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 23.09 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.
તમારા શહેરમાં શું છે સોનાનો ભાવ?
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 60110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દિલ્હીમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 60,210 છે.
મુંબઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 60,060 છે.
કોલકાતામાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 60,060 છે.
ચેન્નાઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 60,440 છે.
બેંગલોરમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 60,060 છે.
હૈદરાબાદમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 60,060 છે.
ચંદીગઢમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 60,210 છે.
જયપુરમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 60,310 છે.
પટનામાં સોનાની કિંમત 24 કેરેટના 10 ગ્રામ માટે રૂ.60,110 છે.
લખનૌમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.60,210 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે