નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના કિસાનોના એકાઉન્ટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયા વાર્ષિક ટ્રાન્સફર કરે છે. પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કિસાનોના ખાતામાં 10 હપ્તા જમા થઈચુક્યા છે, જ્યારે 11મો હપ્તો પણ જલદી કિસાનોના ખાતામાં આવવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો એપ્રિલના આવનારા સપ્તાહમાં કિસાનોના એકાઉન્ટમાં આવી શકે છે. એક જાન્યુઆરી 2022ના પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2 હજાર રૂપિયાનો 10મો હપ્તો આવ્યો હતો. તેવામાં 11માં હપ્તા માટે કિસાન આતૂરતાપૂર્વક પોતાના ફોન પર સરકાર તરફથી મળનાર ધનરાશિના મેસેજની રાહ જોઈ રહ્યાં છે. 


આ રીતે કરો કેવાઈસી અપડેટ
ઈ-કેવાઈસી અપડેટ માટે સૌથી પહેલા પીએમ કિસાન વેબસાઇટ પર જવું પડશે.
અહીં હોમપેજની ડાબી બાજી eKYC ઓપ્શન પર ક્લિક કરો.
ત્યારબાદ આધાર નંબર દાખલ કરો.
આ સાથે કેપ્ચા કોડ લખો અને સર્ચ ઓપ્શન પર ક્લિક કરો.
આધાર કાર્ડ સાથે રજીસ્ટર મોબાઇલ નંબર દાખલ કરો.
આ સાથે તમારા મોબાઇલ પર ઓટીપી આવશે તે એન્ટર કરો.
આ સાથે તમારૂ આધાર લિંક થઈ જશે અને ડીટેલ્સ અપડેટ થઈ જશે.
જો ઓટીપી નાખવામાં કોઈ ભૂલ જોવા મળે તો સીએસસી સેન્ટરમાં જઈને તમારૂ બાયોમેટ્રિક અપડેટ કરાવી શકો છો. 


આ પણ વાંચોઃ એશિયામાં આ ગુજરાતીનો વાગ્યો ડંકો, બન્યા સૌથી ધનિક વ્યક્તિ; સંપત્તિમાં જબરદસ્ત વધારો


કિસાનોના ફાયદા માટે શરૂ કરવામાં આવી યોજના
પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં પીએમ કિસાન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના કિસાનોને આર્થિક રૂપથી મજબૂત બનાવવાનો છે. યોજનાની શરૂઆતના સમયમાં માત્ર તે કિસાનોને લાભ મળી રહ્યો હતો, જેની પાસે 2 હેક્ટરથી ઓછી કૃષિ યોગ્ય જમીન હોય. બાદમાં યોજનામાંથી આ શરત દૂર કરવામાં આવી અને હવે દેશના બધા કિસાન તેનો લાભ લઈ શકે છે, જેની પાસે કૃષિ યોગ્ય જમીન હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube