2000 રૂપિયાની નોટઃ વર્ષ 2016માં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હવે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી રહી છે. 2000 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નોટબંધીના 6 વર્ષ બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન 2000 રૂપિયાની નોટોને લઈને એક મોટી વાત સામે આવી રહી છે કે ફરી એકવાર આ નોટો બજારમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. હવે સરકારે આ મામલે મોટો નિર્ણય આજે લીધો છે. 23મીથી માત્ર 10 હજારની એક સાથે નોટ બદલી શકાશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2016માં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હવે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી રહી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે તેનું કાનૂની ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કરી દેવામાં આવશે. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ પડી છે, તો તમે તેને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં બદલી શકો છો. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.


2000ની નોટો છાપવામાં આવતી નથી
તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ નોટ (2000 રૂપિયાની નોટ) ચલણમાં ન હોવાના બરાબર છે. RTI અનુસાર, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.


RBI નોટ બહાર પાડે છે
હાલમાં રિઝર્વ બેંક દ્વારા બજારમાં 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી. તેના બદલામાં 2000 અને 500 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી.


2000ની નોટનો હિસ્સો કેટલો ઘટ્યો
નવી નોટો જારી કરવાનો હેતુ એ હતો કે નવી નોટો શક્ય તેટલી વહેલી તકે આખા દેશમાં ફેલાઈ જાય, પરંતુ હાલમાં બજારમાં 2000 રૂપિયાની બહુ ઓછી નોટો દેખાઈ રહી છે. આરબીઆઈ પાસેથી મળેલી માહિતી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં ચલણમાં 2000 રૂપિયાની નોટોનો હિસ્સો ઘટીને માત્ર 13.8 ટકા થઈ ગયો છે.


નકલી નોટોની સંખ્યા
જો આપણે નકલી નોટોની સંખ્યા વિશે વાત કરીએ, તો વર્ષ 2018 માં તે 54,776 હતી. વર્ષ 2019માં આ આંકડો 90,566 હતો અને વર્ષ 2020માં 2,44,834 નોટો હતો.