સૈન ફ્રાંસિસ્કો: Amazon (અમેઝોન)એ ગુરૂવારે જણાવ્યું કે અમેરિકામાં કામ કરી રહેલી કંપનીના લગભગ 20,000 કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત છે અથવા તેના સંક્રમિત હોવાની આશંકા છે. ઓનલાઇન રિટેલ કંપની અમેઝોનએ પહેલીવાર સંક્રમિતોની સંખ્યા બતાવતાં કહ્યું કે તેના કર્મીઓમાં સંક્રમણનો દર સામાન્ય રીતે અમેરિકી જનસંખ્યામાં ઓછો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનાલાઇન રિટેલર કંપનીએ પોતાના બ્લોગપોસ્ટમાં જણાવ્યું કે 1 માર્ચ થી 19 સપ્ટેમ્બર દરમિયાન તેના માટે કામ કરનાર કુલ 1,372,000 અમેરિકી ફ્રન્ટલાઇન કર્મચારીઓમાં 19,816 કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. કંપનીમાં સંક્રમણનો દર 1.44 ટકા છે. કંપનીએ કહ્યું કે જો તેના કર્મચારીઓ સંક્રમિત હોવાનો દર સઆમાન્ય જનતાના સંક્રમિત હોવાની બરાબર હોય તો તેના કુલ સંક્રમિત કર્મચારીઓની સંખ્યા 33,952 હોત. 


અમેઝોનના કર્મચારી અને શ્રમિક ગ્રુપ કંપની પર દબાણ બનાવી રહ્યા હતા કે તે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ઉજાગર કરે. અમેઝોને એક કોર્પોરેટ બ્લોગમાં તેણે પોતાના કર્મીઓને જાણકારી આપવાનો પ્રયત્ન હેઠળ આ સંખ્યા ઉજાગર કરી છે. કંપનીએ કહ્યું કે 'અમને આશા છે કે અન્ય મોટી કંપનીઓ સંક્રમિતોની સંખ્યા વિશે વિસ્તૃત જાણકારી જાહેર કરશે, કારણ કે આમ કરવાથી અમે તમામને મદદ મળશે. 


તેણે કહ્યુંક એ આ એવો વિસ્તાર છે, જ્યાં કંપનીઓને સ્પર્ધા કરવાની નહી, પરંતુ એકબીજાને મદદ કરવાની જરૂર છે. કંપનીએ જણાવ્યું કે તેણે અમેરિકામાં અમેઝોન અને થોક ફૂડ્સ માર્કેટમાં 13 લાખ 70 હજાર કર્મીઓને લઇને એક માર્ચ થી 19 સપ્ટેમ્બર સુધીના આંકડાનું આંકલન બાદ આ સંખ્યા જાહેર કરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube