નવી દિલ્હી: દેશની અગ્રણી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra)એ સપ્ટેમ્બરમાં એમપીની મરાજોને લોન્ચ કર્યાા બાદ હવે નવી એસયુનવીને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. મહિન્દ્રાની નવી એસયુવીનું નામ Alturas G4 છે. જેની દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઇસ 26.95 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવી એસયુવી Alturas G4 ટૂ વ્હીલ અને ફોર વ્હીલ વેરિએેન્ટમાં આવશે, ફોર વ્હીલ વાળી Alturas G4ની એક્સ શો રૂમ પ્રાઇસ 29.95 લાખ રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંબાઇ અને પહોળાઇ રેક્સટોન કરતા વધારે 
મહિન્દ્રા Alturas G4ની લંબાઇ અને પહોળાઇ રેક્સટોનથી પણ વધારે રાખાવમાં આવી છે.  તેની લંબાઇ 4,850 એમએમ, પહોળાઇ 1,960 એમએમ, ઉચાઇ 1,825 એમએમ અને 2,865 એમએમ લાંબુ વ્હીલબેસ છે, જૂની કારમાં નવી કારની સરખામણીએ 244 એમએમ વધારે ગ્રાઉન્ડ ક્લિયરેન્સ છે. Alturas G4માં 2.2 લીટર સેગયોન ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે, આ એન્જીનની 4000rpm પર 180.5 Hp પાવર અને 1600થી 2600 rmp પર 420 ન્યૂટન મીટર પર ટૉર્ક જનરેટ કરે છે. 


કારમાં જીટ્રોનિક ઓટોમેટિક ગિયરબોક્સ
એસયુવીમાં 7 સ્પીજ જીટ્રોનિક ઓટોમેટિક ગિયબોક્સ આપવામાં આવ્યું છે. આ મામલે આ કાર મર્સિડીઝની બરાબરી કરે છે. કંપની તરફથી નવી SUVનું બુકિંગ પહેલા જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તમે પણ જો બુકિંગ કરવા ઇચ્છતા હોય ચો દેશ ભરમાં આવેલી મહિન્દ્રાની ડિલરશીપને ત્યા 50 હજાર રૂપિયા આપીને બુકિંગ કરાવી શકો છો. 


Alturas દમદાર એસયુવી માનવામાં આવે છે. અને તેની ઉચાઇ XUV 500 કરતા પણ વધારે છે. એસયુવી માર્કેટમાં મહિન્દ્રા Alturasની સીધી ટક્કર ટોયોટા ફોર્યુનર, ફોર્ડ એન્ડેવર અને અસુઝુ એમયુએક્સ સાથે થશે. કારમાં કંપની નૈપોલી બ્લેક, પર્લ વ્હાઇટ, ડીસેન્ટ સિલ્વર, રીગલ બ્લૂ અને લેકસાઇડ બ્રાઉન-5 રંગમાં લોન્ચ કરવામાં આવશે.  આ કારમાં 9 એરબેહ આપવામાં આવ્યા છે.