રોજ કરો માત્ર 20 રૂપિયાનું રોકાણ, 20 વર્ષમાં થઈ જશે 34 લાખ; અત્યારે જ જાણી લો નહીં તો પછતાશો
Mutual Fund Calculator: જો તમે દરરોજ માત્ર 20 રૂપિયા બચાવો છો, તો 20 વર્ષ પછી આ નાની રકમ 34 લાખ રૂપિયાનું મોટું ફંડ બની શકે છે. મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા આ શક્ય છે, જેમાં કંપાઉન્ડિંગનો જાદુ કામ કરે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP રોકાણમાં તાજેતરના વર્ષોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. નવેમ્બર 2024 સુધીમાં SIP ખાતાઓની સંખ્યા વધીને 10.22 કરોડ થઈ ગયા છે, જે ઓક્ટોબરમાં 10.12 કરોડ હતા.
SIPનો બીજો ફાયદો એ છે કે તે ઓછા રોકાણથી શરૂ કરી શકાય છે. આજે ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સ માત્ર 20 રૂપિયાના દરરોજ રોકાણની મંજૂરી આપે છે. જ્યારે નાના-નાના રોકાણ જ્યારે કંપાઉન્ડિંગની સાથે જોડવામાં આવે છે, ત્યારે તે સમય સાથે મોટી રકમમાં ફેરવાય છે.
જો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 20% સ્ટેપ અપ સાથે 20 રૂપિયા દરરોજ એટલે કે 600 રૂપિયા મહિનાના SIPમાં રોકાણ કરો છો, તો 20 વર્ષમાં આ ફંડ વધીને રૂ. 34 લાખ થઈ શકે છે. અમ ધારીએ કે 14% વાર્ષિક રિટર્ન મળે છે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પ્રથમ વર્ષમાં માત્ર 7200 રૂપિયાની જરૂર પડશે.
જો તમે 14% વાર્ષિક રિટર્નની અપેક્ષા રાખો છો, તો તમારું કુલ રોકાણ 20 વર્ષમાં 13.44 લાખ રૂપિયા થશે, જ્યારે રિટર્ન તરીકે તમને 20.54 લાખ રૂપિયા મળશે. આ રીતે કુલ મળીને તમારી પાસે 33.98 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. આ ખાસ કરીને તેવા લોકો માટે આઈડિયલ ઇન્વેસ્ટમેન્ટ છે જેઓ નાની-નાની બચત સાથે મોટા લક્ષ્યો હાંસલ કરવા માગે છે.
જો કે, SIPમાં રોકાણ કરવામાં જોખમો પણ રહેલા છે. આ રોકાણ ઇક્વિટી માર્કેટ પર આધારિત હોવાથી બજારની વધઘટ તમારા રિટર્નને અસર કરી શકે છે. તેથી SIPમાં રોકાણ કરતા પહેલા તમારી જોખમ ઉઠાવવાની ક્ષમતા અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે.
(Disclaimer:અહીં ફક્ત માહિતી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
Trending Photos