Indian Economy 2022: વર્ષ 2022માં ભારત દેશ અને તેની અર્થ વ્યવસ્થાએ અનેક ઉતાર ચડાવો જોયા. અનેક દ્રષ્ટિએ વર્ષ 2022 ખૂબ જ મહત્વનું રહ્યું. ત્યારે જોઈએ કે વર્ષ 2022માં આર્થિક રીતે ક્યા ફેરફાર થયો અને મોદી સરકારે શું પગલા લીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2022માં અનેક ઘટનાઓ બની. ભારત દેશ માટે આ વર્ષ ખૂબ જ મહત્વનું રહ્યું. આ જ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાએ અનેક પડકારો જોયા અને એમાંથી તે પાર પણ આવી. અનેક ફેરફારો અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં કરવામાં આવ્યા. કોરોનાના ફટકામાંથી ઉભી થઈ રહેલી અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી. ત્યારે જોઈએ વર્ષ 2022માં ભારતમાં અર્થ વ્યવસ્થઆની સ્થિતિ કેવી રહી અને મોદી સરકારે આ ક્ષેત્રે કેટલું કામ કર્યું.


1. જીડીપી-
જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. હાલ ભારતની જીડીપીનું કદ 3.12 ટ્રિલિયન ડોલર છે એટલે કે 232 લાખ કરોડ રૂપિયા. ભારત દુનિયાની મોટી અર્થ વ્યવસ્થાઓમાંથી સૌથી વધુ ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે. ઓકટોબર 2022માં જ રોજગાર મેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં ભારતની જીડીપી દુનિયામાં 10માં સ્થાનથી 5માં સ્થાને આવી ગઈ છે. ભારતે બ્રિટેનને આ મામલે પાછળ છોડી દીધું છે. 


2. ફુગાવો-
ભારતીય અર્થવ્યવસ્થાની સામે આ વર્ષે સૌથી મોટો પકડાર મોંઘાવી રહ્યો. ભારતીય અર્થવ્યવસ્થા આજે એક એવા વળાંક પર છે જ્યાં તેનો વિકાસ દર ઘટી રહ્યો છે, મંદીની ચેતવણીઓ આપવામાં આવી રહી છે. પરંતુ મોંઘવારી ઘટવાના બદલે વધી જ રહી છે. સામાન્ય લોકોને કામમાં આવતી તમામ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. સતત વધતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે RBI સામે આવ્યું. સતત બેઠકો કરી. જેમાં RBIએ રેપો રેટ ચાર વાર વધાર્યો. જેના પરિણામો નવેમ્બરથી જોવા મળી રહ્યા છે. મોંઘવારીનો દર આ સમયે 5.88 ટકા થઈ ગયો. જો કે તે 4 ટકાના લક્ષ્યથી ઘણો વધારે છે. 


3. આયાતમાં વધારો-
અર્થ વ્યવસ્થાની સમીક્ષા કરતા સમયે આયાત અને નિકાસની વાત કરવી જરૂરી છે. આપણે આયાત ઓછી કરવાની છે અને નિકાસ વધારે. પરંતુ કારણ કે ભારતમાં કાચા તેલનું ઉત્પાદન નથી થતું એટલે આપણે આ મામલે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે આખી દુનિયામાં કાચા તેલના ભાવ વધ્યા. આ વધેલા ભાવની અસર પેટ્રોલ અને ડિઝલ પર ન પડી પરંતુ દેશના વિદેશી મુદ્રા ભંડર પર જરૂરથી પડી .આ સાથે રૂપિયો ડૉલર સામે નબળો પડતા દેશના વિદેશી મુદ્રા ભંડાર પર વધુ એક ફટકો પડ્યો. આ સાથે આ વર્ષે આયાત સતત વધી રહ્યું છે. 


4. રોજગારી-બેરોજગારી-
રોજગારી અને બેરોજગારીની વાત કરતા સમયે બે પાસાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે. એક છે સરકારી નોકરી, બીજું છે સ્વરોજગાર. સાત ડિસેમ્બર 2022ના દિવસે સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર સરકારના 78 વિભાગોના 22 ટકાથી વધુ પદ ખાલી છે. રેલવેમાં સૌથી વધુ 2 લાખ 93 હજાર પદ ખાલી છે. રક્ષા વિભાગમાં પણ 2 લાક 64 હજારથી વધુ પદ ખાલી છે આવી જ સ્થિતિ ગૃહ, પોસ્ટ અને રાજસ્વ વિભાગની છે. આ જ વર્ષે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી એલાન કરવામાં આવ્યું કે આગામી દોઢ વર્ષમાં 10 લાખ પદ પર ભરતી રવામાં આવશે. આ સાથે જ દેશભરમાં રોજગારી મેળાનું આયોજન કરીને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા. સરેરાશ રીતે જોઈએ તો ભારત અને તેની અર્થવ્યવસ્થા માટે વર્ષ 2022 મિશ્ર રહ્યું. કેટલાક પાસાઓમાં ભારતે પ્રગતિ કરી અને સારો દેખાવ કર્યા. પરંતુ હજુ પણ અનેક પકડારો રહેલા છે.