Personal Finance: દરેકનું સપનું કરોડપતિ બનવાનું હોય છે. સામાન્ય રીતે લોકોને લાગે છે કે જો પગાર ઓછો છે તો આ સપનું પૂરુ કરવું અસંભવ છે. પરંતુ જો તમે યોગ્ય રીતે રોકાણની શરૂઆત સટીક સ્ટ્રેટેજી સાથે કરો તો નાના પગારમાં પણ ખુદને કરોડપતિ બનાવી શકો છો. પરંતુ તે માટે તમારે જોવું પડશે કે તમને કયા કેટલું સારૂ રિટર્ન મળી રહ્યું છે. નાણાકીય એક્સપર્ટનું માનીએ તો તમારે તમારૂ ભવિષ્ય સિક્યોર કરવાનું છે તો કોઈ એવી સ્કીમમાં રોકાણ કરો, જેમાં મોંઘવારીને બીટ કરવાની ક્ષમતા હોય. અવીં જાણો એવી ફોર્મ્યુલા જેમાં તમે માત્ર 2000 રૂપિયાથી રોકાણ શરૂ કરી ખુદને કરોડપતિ બનાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફોર્મ્યુલા કરશે કમાલ
નાના પગારથી કરોડપતિ બનવાની ફોર્મ્યુલા છે 25/2/5/35. તેમાં તમારે લાંબાગાળાની રોકાણની રણનીતિ અપનાવવી પડશે અને SIP દ્વારા મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે. આ ફોર્મ્યુલા પ્રમાણે તમારે 25 વર્ષની ઉંમરથી રોકાણની શરૂઆત કરવી પડશે. 2નો મતલબ છે કે ઓછામાં ઓછા 2000 રૂપિયાની એસઆઈપીથી રોકાણની શરૂઆત કરો. 5નો મતલબ છે કે દર વર્ષે 5 ટકા પ્રમાણે તેમાં રકમ વધારો અને 35નો મતલબ 35 વર્ષ સુધી સતત આ SIP ને યથાવત રાખો.


આ પણ વાંચોઃ ₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર


25 વર્ષમાં તમે 2000 રૂપિયાથી SIP ની શરૂઆત કરી શકો છો. દર વર્ષે 5 ટકા પ્રમાણે આ રકમ તમારે વધારવાની છે. એસઆઈપી શરૂ કર્યા બાદ તમે એક વર્ષ સુધી દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કર્યું. તેના આગામી વર્ષે તમારે 2000 રૂપિયાના 5 ટકા એટલે કે માત્ર 100 રૂપિયા વધારવાના છે. આ રીતે તમારે એક વર્ષ સુધી 2100 રૂપિયાની એસઆઈપી ચલાવવાની છે. તેના આગામી વર્ષે 5 ટકા એટલે કે 105 રૂપિયા ફરી વધારી દો અને એક વર્ષ 2205 રૂપિયાની એસઆઈપી ચલાવો. આ રીતે તમારે દર વર્ષે 5 ટકા રકમ વધારવાની છે. તમારે 35 વર્ષ સુધી સતત રોકાણ કરવાનું છે. 35 વર્ષમાં તમે 60 વર્ષના થઈ જશો અને આ રોકાણથી સારૂ નિવૃત્તિ ભંડ ભેગું કરી લેશો.


આ રીતે 2 કરોડ ભેગા થશે
ફોર્મ્યુલા પ્રમાણે 35 વર્ષ સુધી તમે સતત રોકાણ કરશો તો SIP કેલકુલેટર પ્રમાણે તમારૂ કુલ રોકાણ 21,67,68 રૂપિયા થશે. એસઆઈપી પર એવરેજ રિટર્ન 12 ટકા માનવામાં આવે છે. તેવામાં તમને રોકાણ પર 1,77,71,532 રૂપિયા માત્ર વ્યાજથી મળશે. આ રીતે રોકાણ કરવામાં આવેલી રકમ અને વ્યાજની રકમનો સરળાવો કરી તમને જે પૈસા મળશે તે 1,99,39,220  રૂપિયા (આશરે 2 કરોડ) હશે. આ રીતે તમે 60 વર્ષની ઉંમરમાં બે કરોડના માલિક હશો.