₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
Elcid Investments Ltd share: શેર બજારમાં ઘણા એવા શેર હોય છે, જે ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપે છે. આવો એક શેર 2024માં ખુબ ચર્ચામાં આવ્યો હતો, જેણે ઈન્વેસ્ટરોને માલામાલ બનાવી દીધા છે.
Trending Photos
Elcid Investments Ltd share: બીએસઈ-લિસ્ટેડ એક ઈન્વેસ્ટમેન્ટ કંપનીના સ્ટોકે આ વર્ષે રોકાણકારોને શાનદાર રિટર્ન આપી ચોંકાવી દીધા છે. કંપનીના સ્ટોકે છ મહિનાની અંદર 55751 ગણાથી વધુનું રિટર્ન આપ્યું છે. તેનું માર્કેટ કેપ વર્તમાનમાં 3804 કરોડ રૂપિયા છે. આ શેર એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતમાં કંપનીની પાસે માત્ર 322 પબ્લિક શેરધારકો હતા. છ પ્રમોટરો સાથે કુલ શેરધારકોની સંખ્યા 328 છે. માત્ર 50,000 શેર પબ્લિક શેરધારકો પાસે છે, જેની કંપનીમાં 25 ટકા ભાગીદારી છે. તેમાં 284 રિટેલ ઈન્વેસ્ટરો સામેલ છે, જેની પાસે 2 લાખ જેટલા શેર છે, જેની કંપનીમાં 7.43 ટકા ભાગીદારી છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં રિટેલ ઈન્વેસ્ટરોની સંખ્યામાં વધુ ફેરફાર થયો નથી.
અચાનક આપ્યું છપ્પરફાડ રિટર્ન
આ નોન, પરંતુ અનલકી સ્ટોક છે, જેના શેર 2024માં માત્ર 21 જૂને ટ્રેડ થયા હતા. 2023માં તેમાં માત્ર બે દિવસનો કારોબાર થયો અને 2021માં તેમાં માત્ર 9 દિવસનો કારોબાર થયો હતો. સ્ટોક છેલ્લા કેટલાક વર્ષોમાં 2-3.50 રૂપિયા પ્રતિ શેર પર કારોબાર કરી રહ્યો હતો. સેબીએ નોટિસ લીધી હતી અને જૂનમાં લિસ્ટેડ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ અને ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીઓના શેર માટે ખાસ કોલ ઓક્શનની જાહેરાત કરી હતી, જેમાં નોંધ્યું હતું કે કેટલીક લિસ્ટેડ આઈસી અને આઈએચસીનો અવાર-નવાર અને આ કંપનીઓની સરખામણીમાં નીચા ભાવે વેપાર થતો અને તે કંપનીઓ દ્વારા જણાવવામાં આવેલી બુક વેલ્યુથી ખુબ ઓછો હતો. કોઈનું નામ લીધા વિના, સેબીએ અવલોકન કર્યું કે આ કંપનીઓ સામાન્ય રીતે રોજ-બ-રોજની કામગીરી કરતી નથી અને અન્ય લિસ્ટેડ કંપનીઓના શેર સહિત વિવિધ એસેટ ક્લાસમાં રોકાણ ધરાવે છે.
પછી લેવામાં આવ્યો નિર્ણય
જૂનમાં સેબીએ કહ્યું- "આવા ICs અને IHCsની બજાર કિંમત અને બુક વેલ્યુમાં તફાવત તરલતા, વાજબી મૂલ્યની શોધ અને આવી કંપનીઓના શેરોમાં રોકાણકારોના એકંદર હિત પર પ્રતિકૂળ અસર કરે છે." તેને સંબોધવા માટે, તેણે આવા ICs અને IHCsના શેરની અસરકારક કિંમત શોધ માટે પ્રાઈસ બેન્ડ વિના સ્પેશિયલ કોલ ઓક્શન" માટે માળખું ઘડવાનું નક્કી કર્યું. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટે 29 ઓક્ટોબરે લગભગ 67000 ટકાની છલાંગ લગાવી, જે 2,36,250 રૂપિયાના હાઈ પર પહોંચી ગયો હતો. 8 નવેમ્બર સુધી શેર 3,32,399.95 રૂપિયાના હાઈ સ્તર પર પહોંચી ગયો. આ દરમિયાન તેણે 10 હજારના રોકાણને વધારી 94 કરોડ રૂપિયાનું રિટર્ન આપી દીધું હતું. મહત્વનું છે કે નવેમ્બરના મિડ બાદ તેમાં નફાખોરી જોવા મળી હતી. વર્તમાનમાં આ શેર શુક્રવારે 193900.50 રૂપિયાના ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે