Multibagger Penny Stock: શું શેર બજારમાં 25 દિવસમાં પૈસા ડબલ સંભવ છે? તો તેનો જવાબ છે હા. શેર બજારમાં કેટલાક સ્ટોક્સ એવા છે, જેણે માત્ર 25 કારોબારી દિવસમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. આ સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને ઓછા સમયમાં 144% સુધીનું જોરદાર રિટર્ન આપ્યું છે. આ શેર છે- વીએલ ઈ-ગવર્નેંસ એન્ડ આઈટી સોલ્યૂશન લિમિટેડ  (VL E-Governance & IT Solutions Ltd),ઓરિએન્ટલ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Oriental Rail Infrastructure)અને આર્ટેમિસ ઈલેક્ટ્રિકલ્સ એન્ડ પ્રોજેક્ટ્સ લિમિટેડ (Artemis Electricals and Projects Ltd. પરંતુ આ શેરમાં રોકાણ જોખમભર્યું હોય છે. બજારમાં રોકાણ લાંબા ગાળા માટે યોગ્ય માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. વીએલ ઈ-ગવર્નેંસ એન્ડ આઈટી સોલ્યૂશન લિમિટેડ
ઈ-ગવર્નેંસ અને આઈટી સોલ્યુશન પ્રોવાઇડર વક્રાંગીની સહાયક કંપની વીએલ ઈ-ગવર્નેંસ એન્ડ આઈટી સોલ્યૂશન લિમિટેડના શેરમાં 25 કારોબારી દિવસમાં 144 ટકાનો વધારો થયો છે. એલઆઈસીની પાસે સ્મોલકેપમાં 6 ટકાથી વધુની ભાગીદારી છે. આ થોડા મહિના પહેલા પેરેન્ટ યુનિટ વક્રાંગી લિમિટેડથી અલગ થઈ હતી. કંપની હવે સેમીકંડક્ટર્સ ડિઝાઇન અને એન્જિનિયરિંગના કારોબારમાં તક શોધી રહી છે. 


આ પણ વાંચોઃ 1 વર્ષમાં આપ્યું 2303 ટકા રિટર્ન, હવે ઈન્વેસ્ટરોને કંપની આપશે બોનસ શેર


2. ઓરિએન્ટલ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
મલ્ટીબેગર સ્મોલકેપ ઓરિએન્ટલ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સમય દરમિયાન 140 ગણો વધ્યો છે અને છેલ્લા એક વર્ષમાં 3 ગણું રિટર્ન આપ્યું છે. પાછલા મહિને એક ફંડ રેઝરમાં પ્રમુખ ઈન્વેસ્ટર મુકુલ મહાવીર અગ્રવાલે મુંબઈ સ્થિત કંપનીના 34 લાખ શેર ખરીદ્યા હતા. હવે તેમની પાસે ઓરિએન્ટલ રેલમાં 5.12 ટકા ભાગીદારી છે, જે ભારતીય રેલવેને સીટો અને શૌચાલયના દરવાજા જેવી વિવિધ પ્રોડક્ટ વેચે છે. 


3. આર્ટેમિસ ઈલેક્ટ્રિકલ એન્ડ પ્રોજેક્ટ્સ લિમિટેડ
આર્ટેમિસ ઈલેક્ટ્રિકલ્સ એન્ડ પ્રોજેક્ટ્સ, જે એલઈડી લાઇટ્સ અને સંબંધિત પ્રોડક્ટ બનાવે છે. આ સ્ટોકે 25 દિવસમાં 124 ટકા રિટર્ન આપ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube