આ આગાહી તમારી ચિંતા વધારી નાંખશે! અંબાલાલ સહિત તમામ હવામાન નિષ્ણાતોની ગુજરાતીઓને મોટી સલાહ
Gujarat Weather Forecast: ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી આવી ગઈ છે. 9- 15 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી રહી શકે છે. જી હા..ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડી રહી શકે. 10-11 જાન્યુઆરીમાં કંઈક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે. ઉત્તરાયણથી ઠંડી ઘટે, જો કે પવન સારો રહી શકે છે. સવારે 6 km/h પવન રહી શકે, પરંતુ સવાર બાદ 10 થી 15 km/h રહી શકે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી પુનઃ ઠંડીની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, ખેડા, ગાંધીનગર, જામનગર, બનાસકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
ઉત્તરાયણને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની હવામાનની આગાહી સામે આવી છે. જેમાં 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી તેઓએ કરી હતી.આગાહી દિવસોની આગાહીને લઇ અંબાલાલે જણાવ્યું હતું કે ઉતરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે. જેમાં પંજાબ, હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે.
ઉત્તરાયણમાં હવામાનની સ્થિતિ
ઉત્તરાયણના તહેવારને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમાસમી વરસાદ પડી શકે છે. જેમાં તહેવારના બે દિવસોમાં માવઠાની આગાહી તેઓએ કરી હતી. તેઓના કહ્યા મુજબ પૌષ મહિનાની આસપાસ ઉત્તરાયણ આવે છે. એટલે મકરસંક્રાંતિ સવાઈ આવે તો સારું કહેવાય. વદના બીજા દિવસે આવતી હોવાથી સારું રહે. મકરસંક્રાંતિ દિવસે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અથવા મધ્યમથી થોડી વધુ રહેવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યમાં ફરી એક વખતે શિયાળો જામ્યો છે. રાજ્યભરના વિવિધ વિસ્તારમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. ત્યારબાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તેનું મુખ્ય કારણ છે કે, આગામી બે દિવસમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાત પર રહેશે તેથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે.
ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેને કારણે છેલ્લા બે દિવસમાં ગુજરાતનું તાપમાન ચારથી પાંચ ડિગ્રી જેટલુ ગગડ્યું છે. આ સાથે જ વહેલી સવારે ઠંડા પવન ફૂકાતા વધુ ઠંડીનો અનુભવ થાઈ રહ્યો છે. હજુ 48 કલાક વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના છે. બે દિવસ બાદ ફરી બેથી ત્રણ ડિગ્રી તાપમાનના વધારા સાથે ઠંડીમાં રાહત મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. 7 તારીખ સુધી ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે.
જો કે ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ ઠંડી યથાવત રહેશે. ત્યારપછી ક્રમશ: ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ આગામી બે દિવસ ઠંડી સહન કરવી જ પડશે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણું કરી રહ્યા છે. ગુજરાતના 7 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે.
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફની રહેશે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાને કારણે ઠંડીથી લોકોને થોડી રાહત મળશે. ગુજરાતમાં નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. નલિયાનું તાપમાન 3.4 ડિગ્રી પહોંચી ગયું છે. રાજકોટમાં 7.3, દાહોદમાં 8, ડિસામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Trending Photos