અમદાવાદ: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ ભારત દેશ ની સૌ પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી છે, જેમાં રોજિંદા ભણતર ની સાથે સાથે વિદ્યાર્થીઓ ને એન્ટરપ્રિનીયરશીપ, સ્ટાર્ટઅપ, ઇનોવેશન, બિઝનેસ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવે છે. યુનિવર્સિટી એ તેના બે વર્ષ ના સમય દરમ્યાન વિવિધ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરી છે. ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એ સ્ટાર્ટઅપ પર અત્યારે પોતાના પ્રોજેક્ટસ બનાવી રહ્યા છે. ૦૪ આઈડિયા ને સ્ટાર્ટઅપ માટે પેટન્ટ કરાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુનિવર્સીટી દ્વારા ફાઉન્ડેશન ડે અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટાર્ટઅપ સ્પર્ધા, રમતોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ કોલેજ ડે, ફેશન શૉ, મનોરંજન સ્પર્ધાઓ જેમ કે ટ્રેઝર હન્ટ,રસ્સી ખેંચ,હાઉસી, લીંબુ ચમચી, થ્રી લેગેડ રેસ, સેક રેસ, સંગીત ખુરશી, ટેલેન્ટ હન્ટ ટશનબાજ વિગેરે નો સમાવેશ થાય છે. ફાઉન્ડેશન ડે ના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિષભભાઈ જૈન, ઉપ પ્રમુખ આદિ જૈન, મૅનેજિંગ ડિરેક્ટર રિશી જૈન અને વિશાલ સાવલિયા, કુલપતિ ડો.બાલા ભાસ્કરન તથા બોર્ડ મેમ્બર સુનિતા જૈન અને વીંજલ જૈન ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું અને યુનિવર્સિટીની સ્થાપનાથી લઇને અત્યાર સુધીની સફર વિષે સૌને માહિતગાર કાર્ય હતા. 


સ્ટાર્ટઅપ અધિગમ ૨૦૧૯ અંતર્ગત વિદ્યાર્થીઓ એ ૧૦૦થી વધુ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટસ મોડેલ્સ ના સ્વરૂપે રજુ કાર્ય હતા. જેમ કે , સોલાર મોબાઈલ ચાર્જર, ધાર્મિક સ્થળોએ ફુટ ક્લીનર, બાયોમેટ્રિક હાજરી સેન્સર વાયરલેસ, સોલાર છત્રી,રિસાઇકલ કરેલા કાગળો માં થી બનાવેલી ડાયરી, રૂમ તાપમાન આધારિત એક્ઝોસ્ટ ફેન સ્પીડ કંટ્રોલ સિસ્ટમ, શારીરિક રીતે પડકારવાળા લોકો માટે ફુટ સ્ટીયરિંગ મિકેનિઝમ, ડેનિમ શૂઝ જેવા વિવિધ ઇનોવેટિવ પ્રોટોટાઇપ ડિઝાઇન બનાવીને તેને રજુ કરાયા હતા. 


જેમાં થી, પ્રથમ સ્થાન ઑટોમૅટિક બેબી ક્રેડલ (ઘોડિયું) ને એનાયત કરવામાં આવ્યું હતું જે એન્જિનિરીંગ શાખા ના વિદ્યાર્થીઓ શાહ યશ અને રાજપૂત આદિત્ય દ્વારા બનાવામાં આવ્યું હતું. દ્વિતીય ઇનામ એન્જિનિરીંગ શાખા ના વિદ્યાર્થીઓ પટેલ પ્રજ્ઞેશ અને દેસાઈ આકાશ દ્વારા બનાવામાં આવેલ ઑટોમૅટિક વિન્ડો ક્લોઝર પ્રોજેક્ટ ને એનાયત કરવામાં આવેલ હતું.  તૃતીય ઇનામ સોલાર છત્રી મોડેલ કે જે  વિદ્યાર્થીઓ પ્રજાપતિ જય અને પટેલ કમલ દ્વારા બનાવામાં આવેલ હતું તેમને મળ્યું હતું.


આ ઉપરાંત, ૩ સ્ટાર્ટઅપ્સ, પેપર મિક્ષિન્ગ મેકેનિઝમ, હાયબ્રીડ વહીકલ અને ગૅરેજકોન ને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિષભ જૈનના હસ્તે  રૂપિયા ૧,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય કરવામાં આવી હતી અને એના રૂપે વિદ્યાર્થીને ચેક એનાયત કરવામાં આવ્યા હતા.