લ્યો બોલો !!! 360 કરોડની કંપનીનો માલિક ચલાવે છે રિક્ષા, સરકારને પહેરાવી દીધી 45 કરોડની `ટોપી`
તમને જાણીને આશ્વર્ય થશે કે અમદાવાદમાં એક રિક્શા અને વાન ચાલકના નામે કંપની ખોલીને કરોડો રૂપિયાની જીએસટીની ચોરીનો કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં આમ તો કરોડોની આ પહેલાં પણ જીએસટીની ચોરી પકડાઇ ગઇ છે પરંતુ રિક્શા ચાલકને પૈસા આપીને તેના નામે જ કંપની ખોલીને સરકારને કરોડોનો ચૂનો ચોપડવાની મોડસ ઓપરેંડી પહેલીવાર સામે આવી છે.
કેતન જોશી, અમદાવાદ: તમને જાણીને આશ્વર્ય થશે કે અમદાવાદમાં એક રિક્શા અને વાન ચાલકના નામે કંપની ખોલીને કરોડો રૂપિયાની જીએસટીની ચોરીનો કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં આમ તો કરોડોની આ પહેલાં પણ જીએસટીની ચોરી પકડાઇ ગઇ છે પરંતુ રિક્શા ચાલકને પૈસા આપીને તેના નામે જ કંપની ખોલીને સરકારને કરોડોનો ચૂનો ચોપડવાની મોડસ ઓપરેંડી પહેલીવાર સામે આવી છે.
જીંદગીમાં બે વાર નાપાસ થયા, કેન્ટીનમાં આવેલા એક આઈડિયાથી ઉભી કરી દીધી કરોડોની કંપની
જોકે અસલી માસ્ટર માઇન્ડ હિતેંદ્વ ચંદ્વકાંત શાહ અને માધવ ગોપાલદાસ શાહ છે. અત્યારે તે જીએસટી વિભાગના ત્રણ દિવસના રિમાંડ પર છે. ત્રીજો શાતિર છે પ્રકાશ શાહ. આ ત્રણેયે મળીને કુલ 360 કરોડનું કાગળ પર ટર્ન ઓવર બતાવીને ગુજરાત સરકારના જીએસટી વિભાગને 45 કરોડનો ચૂનો ચોપડ્યો છે. એટલે કે જે 45 કરોડ સરકારને મળવા જોઇએ તે પ્રકાશ, હિતેંદ્વ અને માધવ ચાઉં કરી ગયા, પરંતુ ક્રોસ ચેકિંગમાં પકડાઇ ગયા.
ગુજરાતમાં 5 સ્ટાર હોટલ્સ કેમ વધી રહી છે? જાણો આ રહ્યા કારણો
આ પહેલાં પણ કુલ 10થી વધુ લોકોની ધરપકડ ગુજરાત જીએસટી વિભાગ કરી ચૂકી છે જે ચોરી કરી રહ્યા હતા. આ મામલે તો રિક્શા ચાલકને હથિયાર બનાવી તેના નામ પર બનાવટી કંપની બનાવીને સમગ્ર કૌંભાડ આચરવામાં આવ્યું હતું. હિતેંદ્વ અને માધવના રિમાંડથી જીએસટી વિભાગને આશા છે કે વધુ ચોરી પણ સામે આવશે. રિક્શા ડ્રાઇવરની પણ વિભાગે પૂછપરછ કરી હતી, પરંતુ ધરપકડ કરવામાં આવી નથી. કદાચ તેને સરકારી સાક્ષી બનાવવામાં આવી શકે છે.