Post Office MIS 2024: ઘણીવાર તમારી પાસે એક સાથે પૈસા હોય છે, પરંતુ રેગુલર ઇનકમ સોર્સ હોતો નથી. નિવૃત્તિ બાદ વૃદ્ધો પર હંમેશા લોકોની પાસે આ સમસ્યા હોય છે. તેવામાં લોકોને રેગુલર આવક કરાવવા માટે સરકારે ઘણા પ્રકારની સ્કીમ્સ તૈયાર કરી છે. તેમાંથી એક સ્કીમ છે પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમ. સ્કીમના નામથી તમને સમજી ગયા હશો કે આ સ્કીમ દર મહિને આવક કરાવવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક ડિપોઝિટ સ્કીમ છે, જેમાં દર મહિને વ્યાજ દ્વારા કમાણી થાય છે. આ સ્કીમમાં સિંગલ અને જોઈન્ટ બંને પ્રકારથી એકાઉન્ટ ઓપન કરવાની સુવિધા મળે છે. નિવૃત્તિ બાદ જો તમે આ સ્કીમ દ્વારા પૈસા લેવા ઈચ્છો છો તો એકાઉન્ટને તમારી પત્ની સાથે ખોલાવો. જોઈન્ટ એકાઉન્ટમાં રોકાણની લિમિટ વધુ હોય છે. તેવામાં તમે ઘર બેઠા 5 લાખથી વધુની ઇનકમ આ સ્કીમમાં કરી શકો છો. જોણો કઈ રીતે?


જોઈન્ટ એકાઉન્ટમાં કેટલી ડિપોઝિટ કરી શકો છો?
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં એક સાથે જમા રકમ પર દર મહિને આવક થાય છે. તેમાં સિંગલ એકાઉન્ટમાં 9 લાખ અને જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા સુધી જમા કરી શકાય છે. વર્તમાન સમયમાં આ સ્કીમ પર 7.4 ટકાના દરે વ્યાજ મળે છે. એટલે કે જેટલી ડિપોઝિટ વધુ એટલું વ્યાજ પણ વધુ મળશે. મહત્વનું છે કે આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ તમે પત્ની સિવાય ભાઈ કે પરિવારના કોઈ સભ્યની સાથે મળી ઓપન કરાવી શકો છો. કારણ કે પતિ-પત્નીની સંયુક્ત કમાણી એક પરિવારનો ભાગ હોય છે, વધુ ફાયદો લેવા માટે પત્નીની સાથે એકાઉન્ટ ઓપન કરાવવાની સલાહ આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ! 18 મહિનાના ડીએ એરિયર્સ પર આવ્યું નવું અપડેટ


આવી રીતે થશે 5,00,000 વધુની કમાણી
વર્તમાન સમયમાં પોસ્ટ ઓફિસની મંથલી સેવિંગ્સ સ્કીમમાં 7.4 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો તમે તેમાં પત્નીની સાથે મળી 15 લાખ રૂપિયા ડિપોઝિટ કરો છો તો તમને 7.4 ટકાના દરે દર મહિને 9250 રૂપિયાની કમાણી થશે. આ રીતે એક વર્ષમાં  1,11,000 રૂપિયાની કમાણી થશે. 1,11,000 x 5 = 5,55,000 આ રીતે 5 વર્ષમાં 1,11,000 x 5 = 5,55,000 માત્ર વ્યાજથી બંને લોકો કમાશો.


જો તમે આ એકાઉન્ટને સિંગલ ઓપન કરાવો છો તો વધુમાં વધુ 9 લાખની ડિપોઝિટ કરી શકો છો. તેવામાં તમને દર મહિને 5550 રૂપિયાનું વ્યાજ મળશે. આ રીતે એક વર્ષમાં 66,600 રૂપિયા વ્યાજ તરીકે લઈ શકો છો. 66,600x 5 = 3,33,000 રૂપિયા. આ રીતે સિંગલ એકાઉન્ટ દ્વારા 5 વર્ષમાં વ્યાજ દ્વારા 3,33,000 રૂપિયાની કમાણી કરી શકો છો. 


5 વર્ષ બાદ પરત મળી જાય છે ડિપોઝિટ રકમ
એકાઉન્ટમાં કરવામાં આવેલી ડિપોઝિટ પર મળનાર વ્યાજની ચુકવણી પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં દર મહિને કરવામાં આવે છે. આ વચ્ચે તમારી ડિપોઝિટ સુરક્ષિત રહે છે. 5 વર્ષ બાદ તમે ડિપોઝિટ કરવામાં આવેલી રકમને પરત લઈ શકો છો. જો તમે આ સ્કીમનો આગળ ફાયદો લેવા ઈચ્છો છો તો મેચ્યોરિટી બાદ નવું એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. 


કઈ રીતે ઓપન કરાવી શકો છો એકાઉન્ટ?
Post office Monthly income scheme કોઈપણ ભારતીય નાગરિક એકાઉન્ટ ખોલાવી શકે છે. બાળક 10 વર્ષથી નાનું હોય તો તેના નામ પર તેના માતા-પિતા ખાતું ખોલાવી શકે છે. બાળકની ઉંમર 10 વર્ષ થવા પર ખુદ એકાઉન્ટ સંચાલનનો અધિકાર મેળવી શકે છે. તમે પોસ્ટ ઓફિસમાં જઈ આ એકાઉન્ટ ખોલાવી શકો છો.