કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ! 18 મહિનાના ડીએ એરિયર્સ પર આવ્યું નવું અપડેટ
7th Pay Commission: સંયુક્ત સલાહકાર મશીનરી, રાષ્ટ્રીય પરિષદ (કર્મચારી પક્ષ) ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધિત કરી એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે 18 મહિનાના બાકી ડીએને રિલીઝ કરવાનો આગ્રહ કર્યો છે.
Trending Photos
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)અને મોંઘવારી રાહત (DR)પર મોટી ખુશખબરી મળી શકે છે. નવી નરેન્દ્ર મોદી સરકારને કોવિડ-119 દરમિયાન 18 મહિનાના એરિયરને જારી કરવાનો પ્રસ્તાવ મળ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત સલાહકાર મશીનરી, રાષ્ટ્રીય પરિષદ (કર્મચારી પક્ષ) ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધિત કરી એક પત્ર લખ્યો છે. આ પત્રમાં 18 મહિનાના ડીએ જારી કરવાનો આગ્રહ કર્યો છે.
પહેલા પણ કરવામાં આવી હતી અપીલ
આ પહેલા ભારતીય સંરક્ષણ મજદૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે કેન્દ્ર સરકારને બાકી એરિયર જારી કરવાનો આગ્રહ કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણને સંબોધિત એક પત્રમાં સિંહે કહ્યુ કે હું કોવિડ મહામારીથી ઉત્પન્ન પડકાર અને આ કારણે આર્થિક સમસ્યાને સમજી છું. પરંતુ આપણો દેશ ધીમે-ધીમે મહામારીના પ્રભાવમાંથી બહાર આવી ગયો છે. દેશની નાણાકીય સ્થિતિમાં સુધાર જોવો ખુશીની વાત છે. નોંધનીય છે કે મહામારીને જોતા કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 18 મહિના માટે DA અને DR ની ચુકવણી રોકી દીધી હતી.
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2024થી વધી 50 ટકા થઈ ગયું હતું. જ્યારે ડીએ 50 ટકા સુધી પહોંચી જાય છે તો હાઉસ રેન્ટ એલાઉન્ટ (HRA) દેવા ભથ્થામાં પણ સંશોધન થાય છે.
માર્ચમાં થયો વધારો
માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ડીએ અને ડીઆરના વધારાને મંજૂરી આપી હતી. ત્યારે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 46 ટકાથી વધી 50 ટકા થઈ ગયું હતું. તે જાન્યુઆરીથી જૂન સુધી હતું. હવે કેન્દ્ર સરકાર આગામી મહિનામાં ફરી ડીએમાં વધારો કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે