નવી દિલ્હીઃ 6 Airbags Mandatory: 1 ઓક્ટોબર, 2023થી પેસેન્જર કારોમાં 6 એરબેગનો નિયમ લાગૂ થઈ જશે. રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ઓટો ઈન્ડસ્ટ્રીએ સપ્લાય ચેન સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે પેસેન્જર કારમાં 6 એરબેજને જરૂરી  કરવાનો નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી લાગૂ કરવામાં આવશે. આ પહેલા રોડ પરિવહન મંત્રાલયે તેને 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેજ ફરજીયાત કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિન ગડકરીએ ટ્વીટમાં આ નિર્ણયની જાણકારી આપતા લખ્યું કે ઓટો ઈન્ડસ્ટ્રીની સામે વૈશ્વિક સપ્લાય ચેનની સમસ્યા અને તેના મેક્રો ઇકોનોમિક સ્થિતિને ધ્યાનમાં રાખતા તે નક્કી કરવામાં આવ્યું છે કે પેસેન્જર ગાડીઓમાં 6 એરબેગનો નિયમ એક ઓક્ટોબર, 2023થી ફરજીયાત કરવામાં આવશે. 


PM Kisan યોજના લાભાર્થીઓને તગડો ઝટકો! સરકારે બંધ કરી આ મોટી સુવિધા


હકીકતમાં ભારતીય રસ્તા પર ચાલતી લાખો ગાડીઓમાંથી માત્ર કેટલીક કારોમાં જ 6 એરબેગની સુવિધા મળી રહી છે. દેશમાં 10 ટકાથી ઓછી કારોમાં છ એરબેસ ફીચર્સની સુવિધા છે. કોઈપણ પેસેન્જર ગાડીઓમાં એરબેજને સૌથી જરૂરી સુરક્ષા કવચના રૂપમાં જોવામાં આવે છે. અત્યારે માત્ર મોંઘી ગાડીઓમાં છ એરબેગની સુવિધા ઉપલબ્ધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube