નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ સરકાર તરફથી મોંઘવારી ભથ્થા (DA) / મોંઘવારી રાહત (DR)માં વધારાની સાથે ટૂંક સમયમાં HRA પર મોટી જાહેરાત થવાની આશા છે. હોળી પહેલા સરકાર તરફથી આ તમામ પર મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટના આધારે ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે. આ તમામ વાતો વચ્ચે કેટલીક રાજ્ય સરકારોએ કર્મચારીઓના પગાર વધારા અંગે સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. આવો જાણીએ 5 મોટા અપડેટ, જેના વિશે દરેક સરકારી કર્મચારીને ખબર હોવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર તરફથી જલ્દી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટર વધારવા અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફારને કારણે કર્મચારીઓના ન્યૂનતમ પગારમાં વધારો થશે. કેટલાક કર્મચારી યુનિયનોએ વિનંતી કરી છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટર 2.57 થી વધારીને 3.68 ટકા કરે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય કેબિનેટ દ્વારા મોંઘવારી ભથ્થાના એરિયર રૂપે 2 લાખ રૂપિયા સુધીનું વન ટાઇમ સેટલમેન્ટ માટે લીલી ઝંડી આપવામાં આવી શકે છે. જો આ વાત પર સહમતિ થશે તો કર્મચારીઓના ખાતામાં 18 મહિનાના ડીએનું એરિયર્સ આવશે. જો સરકાર વતી કર્મચારીઓના ફીટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવામાં આવે તો તે બેઝિક વેતનમાં વધારો કરશે. ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર કર્મચારીઓના લઘુત્તમ પગારમાં રૂ. 8000 નો વધારો થશે. એટલે કે 18000 રૂપિયાનો પગાર વધીને 26000 રૂપિયા થશે.


કેન્દ્રીય કર્મચારીઓનો DA સરકાર તરફથી 3% થી વધારીને 34% કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર હોળી પહેલા આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. ઓડિશા રાજ્ય સરકારે કર્મચારીઓના ડીએ અને ડીઆરમાં પણ વધારો કર્યો છે.


હિમાચલ પ્રદેશ સરકાર તરફથી 31 જાન્યુઆરીના રોજ ડીએમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કર્મચારીઓને 3 ટકા વધારાનો ડીએ આપવાનો આદેશ આપ્યો હતો. સરકારે 1 જુલાઈ 2021થી વધારાનું મોંઘવારી ભથ્થું આપવાનો આદેશ પણ આપ્યો હતો. તે ફેબ્રુઆરી મહિનાની 1 માર્ચે બાકી પગાર સાથે આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube