નથી ઈચ્છતો છતાં માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું ખરેખર રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં 'THE END'

India vs Australia 5th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. આ વખતે રોહિતની કેપ્ટનશીપ હારથી 'કલંકિત' નથી પરંતુ સિરીઝની વચ્ચે ડ્રોપ થવાનો દાગ લાગ્યો છે. સિડની ટેસ્ટ બાદ નિવૃત્તિ અંગે પણ અટકળો ચાલી રહી છે. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે સિલેક્ટર્સે પણ રોહિત પર પ્રેશર બનાવ્યું છે.

નથી ઈચ્છતો છતાં માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું ખરેખર રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં 'THE END'

India vs Australia 5th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. આ વખતે રોહિતની કેપ્ટનશીપ હારથી 'કલંકિત' નથી પરંતુ સિરીઝની વચ્ચે ડ્રોપ થવાનો દાગ લાગ્યો છે. સિડની ટેસ્ટ બાદ નિવૃત્તિ અંગે પણ અટકળો ચાલી રહી છે. હવે જાણવા મળી રહ્યું છે કે, સિલેક્ટર્સે પણ રોહિતને ખબર પહોંચાડી દીધી છે કે સિડની ટેસ્ટ પછી તે તેમના પ્લાનમાં નથી. સિડની ટેસ્ટમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે શુભમન ગિલને રોહિતની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.

રોહિતના ફોર્મ પર પ્રશ્નાર્થ ચિહ્ન
ગંભીરના કોચિંગના કારણે રોહિતનો ખરાબ તબક્કો શરૂ થયો છે. પહેલા વનડે સિરીઝમાં ઐતિહાસિક હાર મળી અને પછી ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં સુપડાસાફ થયા. આ દરમિયાન રોહિત શર્માના ફોર્મ પર પણ પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT)માં કેપ્ટન રોહિતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. હિટમેન 6 ઇનિંગ્સમાં ડબલ ફિગર પાર કરવામાં સફળ થયો નથી. સિરીઝમાં તેમણે પહેલા મિડલ ઓર્ડરમાં અને પછી ઓપનિંગમાં બેટિંગ કરી હતી. તેને આરામ આપવાના બહાને સિડની ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. રોહિત આવો પ્રથમ કેપ્ટન રહ્યો છે જેને સિરીઝની વચ્ચે ડ્રોપ કરવામાં આવ્યો છે.

સિલેક્ટર્સના પ્લાનમાં નથી રોહિત
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર રોહિત શર્મા BGT પછી સિલેક્ટર્સના પ્લાનમાં નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રોહિતને સિડની ટેસ્ટ પહેલા જ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ સિલેક્ટર્સ વિરાટ કોહલી સાથે આગળ વધવાની રણનીતિ અંગે ચર્ચા કરશે કારણ કે ટીમ તેના સૌથી મોટા પરિવર્તનની શરૂઆત કરવા માટે તૈયાર છે. ટીમના બીજા સિનિયર ખેલાડી રવિન્દ્ર જાડેજા બદલાવમાં ઓલરાઉન્ડરની ઉપસ્થિતિની સાથે વસ્તુઓની યોજનામાં બની રહેશે.

નિવૃત્તિ છે કન્ફર્મ
ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કર અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કન્ફર્મ કર્યું છે કે રોહિત સિડની ટેસ્ટ પછી નિવૃત્તિની જાહેરાત કરશે. ગાવસ્કરના મતે જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય નહીં થાય તો મેલબોર્ન રોહિતની છેલ્લી ટેસ્ટ હશે. સાથે જ શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે દરેક વસ્તુનો સમય હોય છે અને હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news