નવી દિલ્હી: 7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ(Central government employees) માટે વધુ એક ખુશખબરી સામે આવી છે. હવે કર્મચારીઓને ટૂંક સમયમાં જૂની પેન્શન યોજના (Old Pension Scheme-OPS) નો ફાયદો મળી શકે છે. કર્મચારીઓએ લાંબા સમયથી સરકાર સામે આ ડિમાન્ડ રાખી છે. કેન્દ્ર સરકાર  (Modi Government) કર્મચારીઓની માંગ પર હવે વિચાર કરી રહી છે. કેન્દ્રએ તેના માટે (ઓલ્ડ પેન્શન સ્કીમ) કાયદા મંત્રાલય પાસે પોતાનો અભિપ્રાય માંગ્યો છે. હવે મંત્રાલય તરફથી જવાબની રાહ જોવાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો ક્યારે થશે નિર્ણય?
જોકે, કેન્દ્ર સરકાર કર્મચારીઓની જૂની પેન્શન યોજના આપવા પર મંથન કરી રહી છે. સરકારી કર્મચારીઓ કે જેમની ભરતી માટે 31 ડિસેમ્બર, 2003ના રોજ અથવા તે પહેલાં જાહેરાતો જાહેર કરવામાં આવી હતી, તેઓને આ લાભ મળશે. કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, કાયદા મંત્રાલયના જવાબ પછી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.


કયા કર્મચારીઓને મળશે લાભ 
કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સંસદમાં કહ્યું, 'સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે આ મામલો કાયદા મંત્રાલય હેઠળ મૂક્યો હતો. નાણાકીય સેવાઓ વિભાગ, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoP&PW) એવા કર્મચારીઓને NPS ના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવા અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે જેમની ભરતી માટે જાહેરાત 01 જાન્યુઆરી, 2004 ના રોજ અથવા તે પહેલાં જાહેરાત જાહેર કરવામાં આવી હતી અને તેમને જૂની પેન્શન યોજના હેઠળ કવર કરી શકે છે. જો મામલો ઉકેલાય તો પેન્શનમાં મોટો ફાયદો જોવા મળી શકે છે.


સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો સવાલ
સંસદમાં કેન્દ્રિય મંત્રીને આ સવાલ પુછવામાં આવ્યો હતો કે શું પેન્શન અને પેન્શભોગી કલ્યાણ વિભાગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને નાણાકીય સેવા વિભાગ (DFS) અને કાયદા મંત્રાલયને તે કર્મચારીઓને NPSમાંથી બાકાત રાખવા કહ્યું છે અને તેમને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવા વિચાર માંગ્યા છે. જેની ભરતી માટેની જાહેરાતો 31 ડિસેમ્બર 2003ના રોજ અથવા તે પહેલાં બહાર પાડવામાં આવી હતી.


કોને નહીં મળે જૂનો પેન્શનનો ફાયદો
કેન્દ્રિય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય (Nityanand Rai) એ સંસદમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (Central Armed Police Force)ને જૂની પેન્શન યોજનાનો ફાયદો નહીં મળે. તેમણે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ સિવિલ સર્વિસેજ પેન્શન રૂલ્સ 1972 હેઠળ પેરામિલેટ્રી સ્ટાફને પેન્શન અને બીજા બેનિફિટ પણ મળી રહ્યા છે.


નવી પેન્શન સ્કીમમાં મળે છે ઓછા ફાયદા
ઉલ્લેખનીય છે કે રાજ્ય સ્તર પર ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને આંદોલન પણ ચલાવવામાં આવી રહ્યા છે. જૂની પેન્શન સ્કીમને લાગૂ કરવા માટે એક મંચ પર સરકારી કર્મચારી ભેગા થવા લાગ્યા છે. 2010 પછી સરકારે નવી પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને નિયુક્ત કર્યા છે. આ યોજનામાં જૂની સ્કીમના મુકાબલે કર્મચારીઓને ખૂબ જ ઓછો ફાયદો મળે છે.