7th Pay Commission: કેન્દ્ર સરકારે મોંઘવારી રાહત પર આપ્યું મોટું નિવેદન, હવે આ રીતે થશે નિવૃત કર્મચારીઓના DR ની ગણતરી
પેંશનધારકોને મોંઘવારી ભથ્થાની ચૂકવણી જૂના અને ઓરિજનલ બેસિક પેંશનના આધાર પર કરવામાં આવશે. એટલા માતે સંબંધિત વિભાગે ઓફિશિયલ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
7th Pay Commission DR Hike: કેન્દ્ર સરકારે નિવૃત કર્મચારીઓ માટે જરૂરી સમાચાર છે. સરકારે પેંશનધારકોના મોંઘવારી રાહત (DR) ને લઇને નિવેદન જાહેર કર્યું છે. કાર્મિક મંત્રાલય હેઠળ આવનાર પેંશનર્સ એન્ડ વેલફેર ડિપાર્ટમેંટે જણાવ્યું હતું કે પેંશનધારકોને મોંઘવારી ભથ્થાની ચૂકવણી જૂના અને ઓરિજનલ બેસિક પેંશનના આધાર પર કરવામાં આવશે. એટલા માતે સંબંધિત વિભાગે ઓફિશિયલ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
સરકારે જાહેર કર્યું મેંમોરેંડમ
પેંશનર્સ એન્ડ વેલફેર ડિપાર્ટમેન્ટે કહ્યું કે તેની પાસે કોમ્યૂટેશન પહેલાં મૂળ પેંશન પર અથવા પછી કમિશનની ભલામણોના આધારે કોમ્યૂટેશન પહેલાં મૂળ પેંશન પર મોંઘવારી રાહત આપવામાં આવી રહી છે અથવા પેંશન પર કોમ્યૂટેશન બાદ ઓછું કરવામાં આવ્યું છે? તેના પર વિભાગે જાણકારી આપતાં કહ્યું કે કોમ્યૂટેશન પહેલાં મૂળ પેંશન પર અથવા પછી કમિશનની ભલામણોના આધાર પર કમ્યૂટેશન પહેલં મૂળ પેંશન પર મોંઘવારી રાહત આપવામાં આવી રહી છે. કમ્યૂટેડની પેંશનના કાપ બાદ પેંશન પર મોંઘવારી રાહતની ચૂકવણી કરવામાં આવી રહી નથી.
આ પણ વાંચો: આ કાંદામાં નપુંસકતાને દૂર કરવાની કમાલની તાકાત, 21 દિવસ ખાઇ જુઓ પછી જુઓ જાદૂ
વિભાગ તરફ આ સ્પષ્ટીકરણથી પેંશનધારકોને આ દુવિધા દૂર થઇ ગઇ છે કે તેમને મોંઘવારી રાહતની ચૂકવણી ઓરિજનલ બેસિક પેંશનના આધાર પર કરવામાં આવે છે ના કે કોમ્યૂટેશન બાદ ઘટેલા પેંશન પર આધાર પર થઇ રહ્યું છે.
પેંશનર્સને મળે છે મોંઘવારી રાહત
અત્રે ઉલ્લેખનીય છે કે પેંશન નિયમ 2021 ના ઉપ નિયમ 52 અંતગર્ત નિવૃત કર્મચારીઓને વધતી જતી મોંઘવારી વચ્ચે પેંશન રાહતની ચૂકવણી કરવામાં આવે છે. આ રકમ પેંશનધારક અથવા પછી તેના લાભાર્થીને પણ આપવામાં આવે છે. તમને જણાવી દઇએ કે મોંઘવારી ભથ્થાની માફક સરકાર તેમાં વધારાની જાહેરાત દર છ મહિને કરે છે અને કર્મચારીઓ માટે ડીએ વધારવાના સમયે જ નિવૃત કર્મચારીઓ માટે ડીઆરનો વધારાની જાહેરાત કરવામાં આવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube