આ કાંદામાં છે કમાલની તાકાત, નપુંસકતાને કરે છે દૂર, અનેક બિમારીઓનો છે એકમાત્ર ઈલાજ
Onion Benefit: ડુંગળી તો તમે બધા ખાતા હશો, પરંતુ સફેદ ડુંગળી કેમ અલગ છે અને તેના શું ફાયદા છે તે તમે નહીં જાણતા હોવ. સેક્સ સમસ્યાથી લઈને મોટી બિમારીઓમાં સફેદ ડુંગળી ઉપયોગી છે. ત્યારે ગુણોથી ભરપુર સફેદ કાંદા એક ઔષધિ સમાન છે.
Trending Photos
White onion specialty: ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ફળ તરીકે સ્થાન પામેલ ડુંગળી થાળીમાં ન હોય તો ભોજન સ્વાદ વગરનું લાગે છે. પરંતુ આ ડુંગળીમાં પણ કેટલા પ્રકાર હોય છે તે તમે નહીં જાણતા હોવ. ડુંગળીમાં પણ અનેક પ્રકાર છે જેમાં સફેદ, લાલ, ગુલાબી અને પીળીપત્તી મુખ્ય ડુંગળીની જાત છે. જેમાં પીળી પત્તીની ડુંગળી ગુજરાતની અસલી જાત છે. જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓ સફેદ ડુંગળી અને લાલ ડુંગળીની વધું ઉત્પાદન આપતી જાતો શોધી છે.
સફેદ ડુંગળીમાં સમાયેલું છે સેક્સ સમસ્યાઓનું સમાધાન
સફેદ ડુંગળીમાં પાણીનું વધારે પ્રમાણ હોય છે. જેથી ગરમીમાં તેને ખાવાથી લૂ થી બચી શકાય છે. સાથે સફેદ ડુંગળીમાં સેક્સ સંબંધિત રોગના નિદાન માટે અદભૂત ક્ષમતા હોય છે. સફેદ ડુંગળીને કામશક્તિ વૃદ્ધિ કારક પણ માનવામાં આવે છે. ત્યારે સેક્સ સંબંધિત સમસ્યાઓ માટે સફેદ ડુંગળી અસરકાર ઔષધિ સાબિત થઈ છે..જેમાં ખાસ કરીને પુરુષોના ગુપ્ત રોગો દૂર કરવા સફેદ ડુંગળી અતિ લાભકારી છે. ડુંગળી પુરુષોમાં નપુંસકતાને દૂર કરે છે. અને ઘી સાથે સફેદ ડુંગળી ખાવાથી તમામ પ્રકારની સેક્સ સમસ્યાઓ દૂર થાય છે.એટલુ જ નહીં પણ સફેદ ડુંગળીના રસમાં આદુનો રસ, મધ અને ઘી ભેગા કરીને એક મિશ્રણ તૈયાર કરી સતત 21 દિવસ સુધી સવાર-સાંજ એક ચમચીનું સેવન કરવાથી સેક્સ પ્રત્યેની અનિચ્છા દૂર થાય છે.
સફેદ ડુંગળી નપુંસકતાને કરે છે દૂર
100 ગ્રામ અજમા સાથે તેટલી જ માત્રામાં ડુંગળીનો રસ મિશ્રિત કરીને તેને તડકામાં સુકાવી લો. આ પ્રક્રિયા ત્રણ વખત કરીને તેનો પાઉડર તૈયાર કરી લો. એક ચમચી પાઉડરને 5 ગ્રામ ઘી અને 5 ગ્રામ ખાંડ ભેળવીને લેવાથી નપુંસકતા દૂર થશે.જો કે આ બધા પ્રયોગ કરતા પહેલા પોતાના શરીરની ક્ષમતા ચકાસી લેવી જોઈએ..જરૂરી લાગે તો તબીબની સલાહ લેવી પણ યોગ્ય છે...
ગુણોથી ભરપુર હોય છે સફેદ ડુંગળી
100 ગ્રામ સફેદ ડુંગળીમાં 1.2 ગ્રામ પ્રોટીન, 11.1 મિલિ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 15 ગ્રામ વિટામિન, 46.9 ગ્રામ કેલ્શિયમ, 0.4 ગ્રામ ખનિજ, 50 મિલિ ગ્રામ ફોસ્ફરસ, 50 મિલિ કેલરી, 0.6 ગ્રામ ફાઈબર, 0.1 ગ્રામ ફેટ, 0.7 મિલિ ગ્રામ આયર્ન અને 86.6 ગ્રામ પાણી હોય છે.સાથે જ સફેદ ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાથી અપચાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય એનીમિયા, ડાયાબિટિસ, હ્રદય રોગ, કેન્સર જેવી સમસ્યાઓમાં પણ કારગત નિવડે છે.
સફેદ ડુંગળીની વિશેષતા
ગુજરાત જૂનાગઢ સફેદ ડુંગળી-3ની જાત નવી છે...આ સફેદ ડુંગળીના ગુણ ગણવા બેસીએ તો ઓછા પડે તેમ છે..કારણે આ સફેદ ડુંગળી તમારી મોટાભાગની સમસ્યાનું હલ છે. સફેદ ડુંગળીનો ખાવા સિવાય પાવડર બનાવવામાં 13.15 ટકા ઘન દ્રવ્યનો ઉપયોગ થાય છે. સફેદ ડુંગળીની સાઈઝ 60થી 65 ગ્રામ વજન સાથે 3 સેન્ટી મીટરથી 4.5 સેન્ટીમીટર સુધીની હોય છે. જેનો ઘેરાવો 4 સેન્ટીમીટરનો રહે છે. જેમાંથી 1.5 ટકા મોગરો નિકળે છે.
લાલ ડુંગળીની ખાસિયત
'ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-11' જાતની શોધ કરવામાં આવી છે..જે 21 ટકા વધારે ઉત્પાદન આપે છે. લાલ ડુંગળીમાં બીજી ડુંગળી કરતાં તીખાશ એકદમ ઓછી હોય છે. લાલ ડુંગળી-11ના કાંદાની સરેરાશ લંબાઈ 3.3થી 4 સેમી અને ઘેરાવો 4 થી 5 સે.મી. હોય છે. કાંદાનું સરેરાશ વજન 50થી 60 ગ્રામ અને મધ્યમ લાલ રંગ છે.
કઈ રીતે ખાવા કાંદા?
ખોરાકમાં કાંદાનો ઉપયોગ ગમે તે રીતે કરવામાં આવે તો પણ તેનો ચોક્કસ ફાયદો થાય છે..પરંતુ ખાસ ગરમીમાં, કાચા કાંદા વધુ ઉપયોગી છે.ગરમીમાં કાંદાનું કચુંબર બનાવીને ખાવું જોઈએ. કાંદા અને કાચી કેરી ખમણી અથવા ઝીણી સમારી એમાં મીઠું, આખું જીરુ, લાલ મરચું ભભરાવી કચુંબર જમવાની સાથે ખાવાથી ખુબ ફાયદો થાય છે.કાંદા-કેરીની આ રીતે બનાવેલી ચટણી, ફ્રિજમાં સ્ટોર કરીને પણ રાખી શકાય. જો કાંદાનું કચુંબર ન ખાવું હોય તો કાંદાનો રસ પણ લઈ શકાય.જેમાં એક ચમચી જેટલો કાંદાનો રસ લઈ તેમાં થોડું મધ ભેળવી પી લેવું. જોકે આ પ્રયોગ ખાલી પેટે ન કરવો.’
કયા કાંદા વધુ ઉપયોગી?
કાંદા ત્રણ પ્રકારના મળે છે.જેમાં લાલ, સફેદ અને લીલાં પાનવાળાં કાંદામાં વધારે વિટામિન સીનું પ્રમાણ હોય છે..આ સિવાય સફેદ કાંદાની શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતમાં સિઝન હોય છે..એપ્રિલ-મે મહિનામાં બજારમાં લટકતી સફેદ કાંદાની લડીઓ જોવા મળે છે..જેથી સિઝન દરમ્યાન સફેદ કાંદા ખરીદી લેવા જોઈએ.. આ કાંદાને સ્ટોર પણ કરી શકાય. સફેદ કાંદા રેગ્યુલર લાલ કાંદાની સરખામણીમાં સ્વાદમાં ઓછા તીખા હોય છે. માટે એનો વપરાશ સલાડ તરીકે વધુ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે