નવી દિલ્હીઃ મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને બેઝિક પગાર પર મોંઘવારી ભથ્થુ 17ની જગ્યાએ 28 ટકાના દરે મળવાનું છે. આ સાથે કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્ટ (HRA) માં પણ વધારો થઈ ગયો છે. આવો જાણીએ કર્મચારીઓના એચઆરએમાં કેટલો વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલો થયો વધારો
સાતમાં પગાર પંચના નિયમો પ્રમાણે હવે મોંઘવારી ભથ્થુ 25 ટકાથી વધારે થશે ત્યારે હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ) માં વધારો થશે. નિયમ કહે છે કે એક્સ શ્રેણીના શહેર/ટાઉન માટે એચઆરએમાં 3 ટકા, વાઈ શ્રેણી માટે 2 ટકા અને ઝેડ શ્રેણી માટે 1 ટકાના દરે વૃદ્ધિ કરવી જોઈએ. હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 28 ટકા થઈ ગયું છે. તેનો અર્થ છે કે આ શ્રેણીના શહેરો/ટાઉનમાં રહેતા કર્મચારીઓને ક્રમશઃ 27, 18 અને 9 ટકા એચઆરએ મળશે. અત્યાર સુધી કર્મચારીઓને એચઆરએ ક્રમશઃ 24, 16 અને 8 ટકા મળતું હતું. 


આ પણ વાંચોઃ Maximum Returns: આ ફૉર્મ્યૂલા જાણી લેશો તો જલ્દી જ તમારા પૈસા થઈ જશે ડબલ-ટ્રિપલ!


તમને જણાવી દઈએ કે સરકાર કર્મચારીઓને હાઉસ રેન્ટ એલાઉન્સ આપે છે. જો કર્મચારી ભાડાના મકાનમાં રહે છે તો તેને ટેક્સમાં છૂટ મળે છે. ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા સમયે એચઆરએનો હિસાબ આપવાનો હોય છે. 


તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર) માં 11 ટકાનો વધારો કર્યો છે. હવે કર્મચારીઓનું ડીએ કે ડીઆર 28 ટકા થઈ જશે. સરકારના આ નિર્ણયથી આશરે 1.14 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube