7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને સરકારે આપી મોટી ભેટ, હવે મળશે બીજો લાભ
7th Pay Commission Latest News: સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ એડવાન્સ સ્કીમ (HBA Scheme) ને માર્ચ 2022 સુધી વધારી દીધી છે.
નવી દિલ્હીઃ 7th Pay Commission Latest News: કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી સારા સમાચાર છે. હકીકતમાં કેન્દ્ર સરકારે જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થુ (DA), મોંઘવારી રાહત (DR) ની સાથે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં પણ વધારો કર્યો હતો. ત્યારબાદ હવે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ સ્કીમ (HBA Scheme) ને પણ માર્ચ 2022 સુધી વધારી દીધી છે. એટલે કે કોઈ સરકારી કર્મચારી પોતાનું ઘર ખરીદવા ઈચ્છે છે તો તેને માર્ચ 2022 સુધી સસ્તા દરે હોમ લોન (Home Loan) ની સુવિધા મળશે.
સસ્તા વ્યાજ દર પર મળશે હોમ લોન
કેન્દ્ર હાઉસ બિલ્ડિંગ એડવાન્સ સ્કીમ હેઠળ મળનાર લાભને 31 માર્ચ 2022 સુધી વધારી દેવામાં આવ્યો છે. તે હેઠળ સરકાર કેન્દ્રીય કર્મચારીઓને 7.9 ટકાના દરે હોમ લોન ઉપલબ્ધ કરાવી રહી છે. કેન્દ્રએ એચબીએ પર રાહત પહેલા કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ તથા ડીઆરમાં મોટી રાહત આપી છે.
શું હોય છે HBA?
કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને House Building Advance આપે છે. તેનાથી કર્મચારી ખુદ કે પોતાની પત્નીના પ્લોટ પર ઘર બનાવવા માટે એડવાન્સ લઈ શકે છે. આ યોજના 1 ઓક્ટોબર 2020ના શરૂ થઈ હતી અને તે હેઠળ 31 માર્ચ 2022 સુધી કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને 7.9 ટકા વ્યાજ પર હાઉસ બિલ્ડિંગ એડવાન્સ આપે છે.
આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર ખેડૂતોને આપે છે ધરખમ સબસિડી, જાણો વિગતો
7માં પગાર પંચની ભલામણો અને HBA નિયમો પ્રમાણે કર્મચારી નવા મકાનના નિર્માણ કે નવા ઘર-ફ્લેટ ખરીદવા માટે 34 મહિનાની બેસિક સેલેરી, વધુમાં વધુ 25 લાખ રૂપિયા કે મકાનની કિંમત કે પછી એડવાન્સ ચુકવવાની ક્ષમતામાંથી જે ઓછુ હોય એટલું અમાઉન્ટ એડવાન્સ લઈ શકે છે. એડવાન્સ પર 7.9 ટકા વ્યાજ લાગે છે. 5 વર્ષની સતત સેવા આપનાર અસ્થાયી કર્મચારી પણ આ સુવિધાનો ફાયદો લઈ શકે છે.
પેન્શનર્સ
સરકાર તરફથી પેન્શનરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કર્મચારીના મોત થવા પર પેન્શન (50 ટકા ભાગ) નો પરિવાર કે આશ્રિતને ફાયદો થશે. મહત્વનું છે કે કર્મચારીના આશ્રિતોને પેન્શનનો ફાયદો મળવા માટે 7 વર્ષની સેવાની મર્યાદાને ખતમ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube