નવી દિલ્હી: 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે પહેલાથી જ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 1 જુલાઈથી વધારીને 28 % કરી દીધો છે. અમારી સહયોગી વેબસાઈટ Zeebiz.com મુજબ એવા સમાચાર છે કે કેન્દ્રીય કર્મચારીઓનો વધેલ પગાર ચૂકવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે જુલાઈના પગાર સાથે 28 % મોંઘવારી ભથ્થું આવી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HRA ને પણ મળી ભેટ
કેન્દ્રીય કર્મચારીઓને DA સાથે HRA નો લાભ મળ્યો છે. HRA ના નાણાં પણ તેમના શહેરના આધારે આપવામાં આવે છે. ઓર્ડર મુજબ શહેરોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે, જેને X, Y, Z નામ આપવામાં આવ્યા છે. હવે X શહેરમાં રહેતા કેન્દ્રીય કર્મચારીને Y માટે 27 % ઘર ભાડું ભથ્થું (HRA), Y માટે 18 % અને Z માટે 9% આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, HRA નો લાભ ફક્ત તે જ કર્મચારીઓને મળે છે જેઓ સેવામાં છે. નિવૃત્ત કર્મચારીઓને આ લાભ આપવામાં આવતો નથી.


આ પણ વાંચો:- Taarak Mehta: સોનુ થઈ બોડી શેમિંગનો શિકાર, સાંભળવા પડ્યા મહેણાં-ટોણા


DA ના કુલ ત્રણ હપ્તા ચૂકવવામાં આવ્યા છે. મોંઘવારી ભથ્થામાં 11 % નો વધારો કરવામાં આવ્યો છે. મૂળભૂત પગાર પર DA ની ગણતરી કરવામાં આવે છે. જો કોઈનો પગાર 20,000 રૂપિયા છે, તો 11 % દ્વારા તેનો પગાર 2200 રૂપિયા વધશે.


આ પણ વાંચો:- આઝાદીના પર્વ પર 1,380 શૂરવીરોનું થશે સન્માન, J&K પોલીસને સૌથી વધુ મેડલ


કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો
પગાર કેટલો વધશે, સમજો કેલક્યુલેશન
7th pay matrix અનુસાર, અધિકારી ગ્રેડના પગારમાં બમ્પર વધારો થશે. ધારો કે જો કોઈનો મૂળ પગાર હાલમાં 31,550 રૂપિયા છે.


મૂળ પગાર 31550 રૂપિયા
નવું મોંઘવારી ભથ્થું (28%) 8834 રૂપિયા/ માસિક
જૂનું મોંઘવારી ભથ્થું (17%) 5364 રૂપિયા/ માસિક
તમને કેટલું મળશે 8834-5364 = 3490 રૂપિયા/ માસિક
વાર્ષિક મોંઘવારી ભથ્થામાં 3490 X12 = 41880 રૂપિયાનો વધારો થશે

નોંધ- પગારની ગણતરી અહીં માત્ર ફુગાવાના આધારે કરવામાં આવી છે. HRA અને ટ્રાવેલ એલાઉન્સની ગણતરી પણ અંતિમ પગારમાં કરવામાં આવે છે.


આ પણ વાંચો:- J&K માં જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ, 4 આતંકીઓની ધરપકડ; મોટી દુર્ઘટના ટળી


હજુ 3 ટકાનો વધારો થશે DA માં
જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું હજુ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ, જાન્યુઆરીથી જૂન 2021 સુધી AICPI ના ડેટા પરથી સ્પષ્ટ છે કે 3 ટકા મોંઘવારી ભથ્થામાં વધુ વધારો થશે. જૂનમાં AICPI નો આંકડો 121 પોઇન્ટને પાર કરી ગયો છે. JCM સચિવ (સ્ટાફ સાઈડ) શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની છે. જોકે, તે ક્યારે ચૂકવવામાં આવશે તે હજુ નક્કી નથી. પરંતુ, 3 ટકા વધુ વધ્યા બાદ મોંઘવારી ભથ્થું 31 ટકા સુધી પહોંચી જશે. મતલબ કે પગાર ફરી એકવાર વધવાની ખાતરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube