નવી દિલ્હી: 7th Pay Commission Latest News Updates: 1 જાન્યુઆરી 2021 ના મોંઘવારી ભથ્થા (DA) માં વધારાની જાહેરાતમાં હજુ મોડુ થઇ શકે છે. નેશનલ કાઉંસિલ-JCM-સ્ટાફ સાઇડના અનુસાર કેંદ્ર સરકાર કેંદ્રીય કર્મચારીઓને DA માં વધારાની જાહેરાત જૂનમાં કરી શકે છે. જોકે JCM અધિકારીઓનું કહેવું છે કે કેંદ્રીય કર્મચારીઓ માટે DA માં વધારો બેસિક સેલરીના ઓછામાં ઓચહ 4 ટકા હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DA માં વધારામાં થશે મોડું?
1 જાન્યુઆરી 2021 ના DA વધારામાં મોડા પાછળનું કારણ જણાવતાં સ્ટાફ સાઇડના સેક્રેટરી શિવા ગોપાલ મિશ્રા કહે છે કે અમે નાણા મંત્રાલયના વ્યય વિભાગ અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) અધિકારીઓના સંપર્કમાં છીએ. તેમનું કહેવું છે કે કોરોના વાયરસ મહામારીની બીજી લહેરના લીધે કેંદ્ર સરકારની પુરી યોજના જ બગડી ગઇ છે. એટલા માટે બધુ એક મહિના આગળ સરકી ગયું છે. જે DA વધારાની જાહેરાત એપ્રિલના અંત અથવા મે મહિના મધ્ય સુધી થવાની હતી હવે તે જૂન સુધી સરકી ગઇ છે. 

એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ


1 જુલાઇથી શરૂ થશે અટકેલું DA 
શિવ ગોપાલ મિશ્રાનું કહેવું છે કે તેનાથી કેંદ્રીય કર્મચારીઓના 7th CPC પર મેટ્રિકસ પર કોઇ અસર પડશે નહી. કારણ કે કેંદ્ર સરકરે પહેલાં જ કર્મચારીઓ અને પેંશનર્સનું DA, DR જૂન 2021 સુધી ફ્રીજ કરીને રાખ્યું છે. માર્ચ 2021માં રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે DA, DR વધારાને ફરીથી 1 જુલાઇથી શરૂ કરી દેવામાં આવશે. એટલા માટે 1 જાન્યુઆરી 2021 નું DA વધારો આજે જાહેરાત પણ થઇ જાય છે તો આ શરૂ 1 જુલાઇ 2021 થી જ થશે. 


કેટલુ વધશે  DA
 DA માં કેટલા વધારાની આશા છે, આ પ્રશ્નના જવાબમાં શિવા ગોપાલ મિશ્રા કહે છે કે  DA વધારાની ગણતરીના મુજબ જુલાઇથી ડિસેમ્બર 2020 માટે સરેરાશ મોંઘવારી લગભગ 3.5 ટકા રહી છે તેનો અર્થ છે કે કેંદ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4 ટકા આસપાસ વધશે. 

VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ


3 પેંડિંગ  DA નું શું થશે
ત્રણ પેંડિંગ  DA ના હપ્તાને લઇને શિવા ગોપાલ મિશ્રાનું કહેવું છે કે અમે તેને લઇને કેંદ્ર સરકારના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. અને અમે જલદી જ આ મુદ્દે બેસીને તેનું સમાધાન કાઢીશું. સારી વાત એ છે કે સરકાર  DA ના બાકી હપ્તા આપવા વિરૂદ્ધ નથી. અમે સરકારના પ્રસ્તાવ આપ્યો છે કે તે કર્મચારીઓને  DA ના બાકી ત્રણ હપ્તા એકસાથે આપવા માટે સમર્થ નથી તો તેને ભાગલાં પણ આપી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube