7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. નવેમ્બરનો AICPI ઈન્ડેક્સનો આંકડો આવી ગયો છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેમ છતાં કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. તે નક્કી થઈ ગયું કે આ વખતે કર્મચારીઓને 56 ટકાના દરે મોંઘવારી ભથ્થું (DA Hike)મળશે. હકીકતમાં ઓક્ટોબર 2024 સુધી ડીએનો સ્કોર 55.05% હતો, પરંતુ નવેમ્બરમાં તે વધી 55.54% થઈ ગયો છે. હવે 31 જાન્યુઆરીની રાહ જોવામાં આવી રહી છે, જ્યારે ડિસેમ્બર મહિના માટે  AICPI ઈન્ડેક્સના આંકડા જાહેર થશે. ત્યારબાદ ફાઇનલ નંબર નક્કી થશે. પરંતુ હવે 56 ટકાથી વધુ મોંઘવારી ભથ્થું અસંભવ લાગી રહ્યું છે. કુલ મળી કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો લગભગ નક્કી થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AICPI ઈન્ડેક્સ નંબર 2024 અપડેટ
નવેમ્બર 2024નો AICPI (All India Consumer Price Index) ઈન્ડેક્સ 144.5 પોઈન્ટ પર યથાવત રહ્યો, જે ઓક્ટોબરમાં પણ 144.5 પોઈન્ટ પર હતો. પરંતુ મોંઘવારી ભથ્થાનો સ્કોરમાં આશરે 0.49 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2024માં ઈન્ડેક્સનો નંબર કુલ ડીએ સ્કોર 55.05% હતો. તો નવેમ્બર 2024માં ડીએ સ્કોર 55.54 ટકા પર પહોંચી ગયો છે. તે વધારાનો ફાયદો કેન્દ્રીય કર્મચારીઓ સાથે-સાથે પેન્શનર્સને પણ મળશે. હવે ડિસેમ્બર 2024ના ઈન્ડેક્સ નંબરની રાહ જોવામાં આવી રહી છે, જે ફાઈનલ સ્કોર નક્કી કરશે. 


56% થઈ ગયા કન્ફર્મ
મોંઘવારી ભથ્થાની ગણતરી છેલ્લા 6 મહિના (જુલાઈ-ડિસેમ્બર)ના સરેરાશ AICPI ઇન્ડેક્સના આધારે કરવામાં આવે છે. પરંતુ, મોંઘવારી ભથ્થાના 56 ટકાને નિશ્ચિત ગણવામાં આવે છે. કારણ કે, નવેમ્બર સુધીના આંકડાઓના આધારે, મોંઘવારી ભથ્થું 55.54 ટકા રહ્યું છે, આ સ્થિતિમાં સરકાર તેને 56 ટકા જ ગણશે કારણ કે પ્રથમ 0.50 નીચેની ગણતરી માટે રાઉન્ડ ઓફ કરવામાં આવે છે અને ઉપરની ગણતરી માટે વધુને રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. તેથી, 56 ટકા નિશ્ચિત છે.


આ પણ વાંચોઃ Post Office ની આ 6 સ્કીમ ભરી દેશે તમારી તિજોરી, મળશે શાનદાર રિટર્ન


શું 56% થી વધુ થશે DA?
વર્તમાન ટ્રેન્ડ જોતા એવું લાગે છે કે મોંઘવારી ભથ્થામાં માત્ર 3 ટકાનો વધારો થશે. કારણ કે, નવેમ્બર સુધી ઈન્ડેક્સ 144.5 પોઈન્ટ પર છે. જો તેમાં 1 પોઈન્ટનો સીધો વધારો થાય તો પણ મોંઘવારી ભથ્થાનો કુલ સ્કોર માત્ર 56.16% સુધી પહોંચશે. આ સ્થિતિમાં પણ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું માત્ર 56 ટકા જ રહેશે.


56% DA ની પગાર પર શું થશે અસર?
મોંઘવારી ભથ્થા પર 1 ટકાના વધારાથી કર્મચારીઓના માસિક પગાર પર મોટી અસર પડે છે.


ઉદાહરણ
મૂળ વેતન (Basic Pay): ₹18,000
53% DA: ₹9,540
56% DA: ₹10,080
ફાયદો: ₹540 દર મહિને


મૂળ વેતન (Basic Pay): ₹56,100
53% DA: ₹29,733
56% DA: ₹31,416
ફાયદો: ₹1,683 દર મહિને


પેન્શનર્સ માટે પણ મોંઘવારી ભથ્થાનો દર સમાન રહે છે. જેનાથી તેના વર્તમાન પેન્શનમાં વધારો કરવામાં આવે છે.


આ પણ વાંચોઃ સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી


DA શું મળે છે ફાયદો?
મોંઘવારી ભથ્થાનો સામનો કરવામાં રાહતઃ DA મોંઘવારીની ભરપાઈ કરે છે. સરકારી કર્મચારીઓના પગારમાં સુધારઃ તેનાથી કર્મચારીઓની ખર્ચ કરવા યોગ્ય આવક વધે છે.
પેન્શનર્સને ફાયદોઃ પેન્શન પર પણ ડીએ લાગૂ થવાથી વૃદ્ધાવસ્થામાં મદદ
સરકારી ખજાના પર ભારણઃ ડીએ વધારાની સીધી અસર સરકારી ખજાના પર પડે છે.


1 જાન્યુઆરી 2025 થી લાગૂ થશે DA
મોંઘવારી ભથ્થાના આંકડા આવ્યા બાદ તેને 1 જાન્યુઆરી 2025થી લાગૂ કરવામાં આવશે. પરંતુ તેની જાહેરાત માર્ચમાં થશે. સામાન્ય રીતે હોળીની આસપાસ સરકાર તેની જાહેરાત કરે છે. વર્તમાન સમયમાં 1 જુલાઈ 2024થી 53 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. કેબિનેટની મંજૂરી બાદ નાણામંત્રાલય તેને નોટિફાઈ કરે છે.