Post Office ની આ 6 સ્કીમ ભરી દેશે તમારી તિજોરી, મળશે શાનદાર રિટર્ન
Post Office Schemes with High Returns: જો તમે પણ કોઈ એવી સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છો છો જ્યાં તમને સારૂ વ્યાજ પણ મળે અને રોકાણ પણ સુરક્ષિત રહે. તો પોસ્ટ ઓફિસમાં તમને ઘણા વિકલ્પ મળી જશે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ શોર્ટ ટર્મથી લઈને લોન્ગ ટર્મ સુધી તમામ સ્કીમ્સ ચલાવવામાં આવે છે. અહીં જાણો છ એવી સ્કીમ્સ જે તમને શાનદાર કમાણી કરાવી શકે છે. તેના પર 7.5% થી 8.2% સુધીનું વ્યાજ મળી રહ્યું છે.
Post Office FD
પોસ્ટ ઓફિસમાં 1, 2, 3 અને 5 વર્ષની એફડી ચલાવવામાં આવે છે. જો તમે 5 વર્ષની એફડીમાં રોકાણ કરશો તો તમને તેના પર 7.5 ટકા વ્યાજ મળશે. સાથે આ એફડી પર ટેક્સ બેનિફિટ પર પણ મળશે.
MSSC
જો મહિલાઓ પોતાની રકમનું રોકાણ કરવા ઈચ્છે છે અને સારા વ્યાજદરનો ફાયદો લેવા ઈચ્છે છે તો તેના માટે મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ (Mahila Samman Savings Certificate)સ્કીમ ચલાવવામાં આવે છે. તેમાં બે વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. તેમાં બે વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. આ રકમ પર સરકાર 7.5 ટકા વ્યાજ આપી રહી છે. આ સ્કીમમાં રોકાણ કરવાની તક માત્ર 31 માર્ચ, 2025 સુધી છે.
NSC
પોસ્ટ ઓફિસમાં એક સ્કીમ છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (National Savings Certificates).આ સ્કીમમાં પણ 5 વર્ષ માટે રકમનું રોકાણ કરવામાં આવે છે. હાલમાં આ સ્કીમ પર વ્યાજ 7.7% છે
SCSS
સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને તેની કમાણી પર ઉચ્ચ વ્યાજદરનો ફાયદો આપવા માટે પોસ્ટ ઓફિસમાં સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizen Savings Scheme) ચલાવવામાં આવે છે. આ સ્કીમમાં પણ 5 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. તેમાં 8.2 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.
SSY
સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana)દીકરીઓ માટે ચલાવવામાં આવે છે. આ વિકલ્પ તમને બેંક અને પોસ્ટ ઓફિસ બંનેમાં મળશે. આમાં 15 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે અને આ સ્કીમ 21 વર્ષમાં પરિપક્વ થાય છે. જેમાં વાર્ષિક 250 થી 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. હાલમાં, આ યોજના પર વ્યાજ પણ 8.2% છે.
KVP
જો તમે લાંબાગાળા માટે રોકાણ કરવા ઈચ્છો છો તો કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra)પણ શાનદાર વિકલ્પ છે. આ સ્કીમ તમારી રકમને 115 મહિનામાં ડબલ કરી આપે છે. આ સ્કીમ પર પણ 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
Trending Photos