DA Hike: સરકારી કર્મચારીઓને સતત ત્રીજા મહિને ઝટકો, હવે કેટલું વધશે મોંઘવારી ભથ્થું? વિગતવાર માહિતી જાણો
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને એક મહત્વના સમાચાર છે. જાણીને તમને ઝટકો લાગી શકે છે. શું છે વિગતો....
કેન્દ્રીય કર્મચારીઓને સતત ત્રીજા મહિને ઝટકો લાગ્યો છે. એકવાર ફરીથી ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI-IW) ના નંબર્સ બહાર પડ્યા નથી. 31મી મેના રોજ બહાર પડનારા નંબર્સને હોલ્ડ પર મૂકવામાં આવ્યા છે. લેબર બ્યૂરોએ જાન્યુઆરી 2024 બાદથી કોઈ નંબર બહાર પાડ્યા નથી. તેનાથી એ અંદાજો લગાવવો મુશ્કેલ થયો છે કે જુલાઈ 2024માં વધનારું મોંઘવારી ભથ્થું કેટલું હશે? એક્સપર્ટ્સ પણ લેબર બ્યુરોના આ નિર્ણયથી ચોંક્યા છે. લગભગ બે દાયકામાં એવું પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (CPI-IW) માટે મોંઘવારીના આંકડા બહાર પાડવામાં આવ્યા નથી.
સૂત્રોનું માનીએ તો લેબર બ્યુરો પાસે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના આંકડા ન હોવાના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. હવે જૂનના અંત સુધીમાં તેના નંબર્સ માટે રાહ જોવી પડશે.
શું છે મામલો
ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટે કન્ઝ્યૂમર્સ પ્રાઈસ ઈન્ડેક્સ (CPI-IW)ના ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના ડેટા રિલીઝ થયા નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ નંબર્સ બહાર પાડવામાં વિલંબ પાછળ એ કારણ છે કે લેબર બ્યુરો પાસે ફેબ્રુઆરી અને માર્ચના આંકડા હજુ સુધી નથી. એવું કહેવાય છે કે જૂન મહિનાના અંત સુધીમાં બહાર પડનારા નંબર્સમાં તેની જાણકારી અપડેટ થઈ શકે છે. ભલે લેબર બ્યુરો પાસે ડેટા નથી પરંતુ તેનો અર્થ એ નથી કે જુલાઈ 2024માં મોંઘવારી ભથ્થું વધશે નહીં. જો કે કેલ્ક્યુલેશનમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.
લેબર બ્યુરો પાસે નથી આંકડા
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારીને ધ્યાનમાં રાખીને વધતા મોંઘવારી ભથ્થાના આંકડા દર મહિનાના છેલ્લા વર્કિંગ ડે પર બહાર પાડવામાં આવે છે. જાન્યુઆરી 2024ના આંકડા 28 ફેબ્રુઆરીએ રિલિઝ કરાયા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના AICPI ઈન્ડેક્સ (CPI-IW) નંબર બહાર પડ્યા નથી. આ એ નંબર્સ છે જેના આધાર પર એ નક્કી થાય છે કે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ કેટલું વધશે. પરંતુ આ વખતે અંદાજો લગાવવો મુશ્કેલ થઈ રહ્યો છે. જાન્યુઆરી 2024માં AICPI ઈન્ડેક્સ 138.9 અંક પર હતો, જેના આધાર પર મોંઘવારી ભથ્થાનો સ્કોર 50.84 એટલે કે 51 ટકા થઈ ચૂક્યો ચે. હવે આગળના નંબર્સ આવશે ત્યારે જ ખબર પડશે કે જુલાઈ 2024 માટે વધનારું મોંઘવારી ભથ્થું કેટલું વધશે.
મોંઘવારી ભથ્થું નહી થાય શૂન્ય
એવી ચર્ચા હતી કે જુલાઈ 2024થી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો થઈ જશે. પરંતુ એવો કોઈ નિયમ નથી. સરકાર પણ આ પ્રકારના વિચારથી કિનારો કરી ચૂકી છે. મોંઘવારી ભથ્થાની ગણતરી 50 ટકાથી આગળ વધતી રહેશે. સૂત્રોનું માનીએ તો આ ચર્ચાએ એટલા માટે જોર પકડ્યું કારણ કે વર્ષ 2016માં જ્યારે બેઝ યર બદલવામાં આવ્યું તો મોંઘવારી ભથ્થું શૂન્ય કરીને બેઝિક સેલરીમાં ઉમેરી દેવાયું હતું. પરંતુ બેઝ યરમાં ફેરફાર કરવાના કારણે આમ કરાયું હતું. પરંતુ તેને લઈને કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી કે 50 ટકા થવા પર તેને શૂન્ય કરી દેવાશે. હાલ બેઝ યર બદલવાની કોઈ જરૂર નથી, આવામાં મોંઘવારી ભથ્થાના મર્જ થવા પાછળ કોઈ નક્કર કારણ નથી. ગણતરી 50 ટકાથી આગળ થશે. એક્સપર્ટ્સનું માનીએ તો આગામી મોંઘવારી ભથ્થું પણ 4 ટકા વધી શકે છે.
હવે ક્યારે બદલાશે મોંઘવારી ભથ્થું
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં આગામી ફેરફાર જુલાઈ 2024માં થવાનો છે. હાલના આંકડા જોઈએ તો ડીએનો સ્કોર 50.84 ટકા થઈ ચૂક્યો છે. એક્સપર્ટ્સ જણાવે છે કે મોંઘવારી ભથ્થામાં આગામી અપડેટ પણ 4 ટકાની હોઈ શકે છે. હાલ ટ્રેન્ડ પ્રમાણે મોંઘવારી ભથ્થું 51 ટકા પહોંચી ચૂક્યું છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, અને જૂનના આંકડાથી એ નક્કી થશે કે આગામી ઉછાળો કેટલો મોટો હશે. આશા છે કે હાલની સ્થિતિથી 3 ટકા વધે તેવા એંધાણ છે. એટલે કે મોંઘવારી ભથ્થું 51 ટકાથી વધીને 53 ટકા સુધી પહોંચી જશે.
7માં પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાન્યુઆરીથી જૂન 2024 સુધીના AICPI આંકડા મોંઘવારી ભથ્થું નક્કી કરશે. મોંઘવારી ભથ્થું 50.84 ટકા પહોંચી ચૂક્યું છે. હજુ 5 મહિનાના આંકડા આવવાના બાકી છે. એવી અપેક્ષા રખાઈ રહી છે કે આ વખતે પણ 4 ટકા જેવો વધારો થશે. જો કે એક્સપર્ટ્સ એ વાતનો ઈન્કાર કરી રહ્યા છે કે 50 ટકા બાદ મોંઘવારી ભથ્થાને બેઝિક પગારમાં મર્જ કરવામાં આવશે.
(અહેવાલ- સાભાર સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી)