આગામી ત્રણ કલાક ગુજરાતના આ શહેરોમાં આવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું નવકાસ્ટ બુલેટીન

IMD Rain Alert : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક ભાગોમાં પડ્યું માવઠું.. સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસ્યો કમોસમી વરસાદ.. હજુ 3 દિવસ છે વરસાદની આગાહી... 
 

આગામી ત્રણ કલાક ગુજરાતના આ શહેરોમાં આવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું નવકાસ્ટ બુલેટીન

Gujarat Weather Forecast : સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે. ત્યારે આજે સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગઈકાલથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તો કરા પડ્યા છે. હવામાન વિભાગે આજ  માટે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 7 વાગેથી આગામી ત્રણ કલાક માવઠાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર સાહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી છે. 

આજે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પલટો રહેશે, આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધી જશે. અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ છવાયો છે. મોડી રાતે અને વહેલી સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બાપુનગર, નરોડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. ગઇકાલે મોડી રાતથી શહેરમાં વરસાદી માહોલ છે. 

નવસારીમાં વાદળો છવાયા
નવસારી જિલ્લામાં બદલાયેલા વાતાવરણ સાથે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે. જિલ્લાના નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા, તાલુકા સહિત બીલીમોરા શહેર વિસ્તારમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે. ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાતાવરણમાં ફેરકરને કારણે પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. 

સાબરકાંઠા જિલ્લામાં આવ્યું માવઠું
રાત્રિ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્માના દામવાસમાં બરફના કરા પડ્યા. તો આઠ માંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વરિયાળી અને બટાકાના પાકને નુકસાનની ભીતિ થવાની શક્યતા છે. 

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી  
આજે રાજ્યભરમાં કરા સાથે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું પડશે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠું પડશે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાગમાં વરસાદની આગાહી છે. પવનની ગતિ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news