નવી દિલ્હીઃ 7th pay Commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓને સપ્ટેમ્બરમાં સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકાર ડીએમાં 4 ટકા સુધી વધારો કરી શકે છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે સપ્ટેમ્બરમાં ડીએ માત્ર 3 ટકા વધશે પરંતુ હાલમાં આવેલા AICPI ના ડેટા પ્રમાણે તેમ માનવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓનું ડીએ ચાર ટકા વધી શકે છે. જો સરકાર ડીએમાં 4 ટકાનો વધારો કરે છે તો તે વધીને 46 ટકા થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુલાઈમાં આંકડો 139.7 પોઈન્ટ પર પહોંચી ગયો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે AICPI ઈન્ડેક્સે જુલાઈ 2023નો ડેટા જાહેર કર્યો છે. તેમાં 3.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. જૂનમાં આ આંકડો 136.4 પોઈન્ટ પર હતો અને જુલાઈમાં તે આંકડો 139.7 પોઈન્ટ પર પહોંચી ગયો છે. તેમાં વધારાને કારણે માનવામાં આવી રહ્યું છે કે હવે ડીએ 4 ટકા સુધી વધી શકે છે. 


સપ્ટેમ્બરમાં થઈ શકે જાહેરાત
તમને જણાવી દઈએ કે સરકાર સપ્ટેમ્બર મહિનામાં કર્મચારીઓને ડીએ વધારાની ભેટ આપી શકે છે. સરકાર ગણેશ ચતુર્થી પહેલા જાહેરાત કરી શકે છે. આ વખતે પણ ડીએમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે. વર્તમાનમાં મોંઘવારી ભથ્થું 42 
ટકા પર છે. સરકારની જાહેરાત બાદ તે 46 ટકા પર પહોંચી શકે છે. 


આ પણ વાંચોઃ આ શેર છે નોટો છાપવાનું મશીન, 3 વર્ષમાં આપ્યું 1100% રિટર્ન, રોકાણકારો માલામાલ


જુલાઈથી થશે લાગૂ
કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 42 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. ડીએમાં ચાર ટકાના વધારા બાદ તે 46 ટકા થઈ જશે. ડીએમાં વધારો જુલાઈથી લાગૂ થશે. સપ્ટેમ્બરમાં જાહેરાત થવાચ પર 2 મહિનાનું ડીએ એરિયર પણ મળશે. 


કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે
જે કર્મચારીઓનો બેસિક પગાર 18000 રૂપિયા છે, તેને હાલ 42 ટકા પ્રમાણે 7560 રૂપિયા ડીએ મળે છે. 46 ટકા થવા પર તેને 8280 રૂપિયા ડીએ દર મહિને મળશે. એટલે કે દર મહિને 720 રૂપિયાનો વધારો થશે. વાર્ષિક આધાર પર કર્મચારીઓના ડીએમાં 8640 રૂપિયાનો વધારો થશે. સૌથી વધુ 56900 રૂપિયા બેસિક પગારવાળા કર્મચારીઓને વર્તમાનમાં 23898 રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. 46 ટકા થયા બાદ તે 26174 રૂપિયા થઈ જશે એટલે કે ડીએમાં 2276 રૂપિયાનો વધારો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube