દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ... રાષ્ટ્રપતિએ ઈમરજન્સી માર્શલ લોની કરી જાહેરાત

South Korea Martial Law: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે ઈમરજન્સી માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી. તેમણે વિપક્ષી પાર્ટીઓ પર દેશની શાસન વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો.

દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ... રાષ્ટ્રપતિએ ઈમરજન્સી માર્શલ લોની કરી જાહેરાત

South Korea Martial Law: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે ઈમરજન્સી માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે વિરોધ પક્ષો પર દેશના શાસનને નબળું પાડવા, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને બંધારણીય વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. યુને આ જાહેરાત એક ટેલિવિઝન સંબોધનમાં કરી હતી. આ જાહેરાતથી સમગ્ર દેશ આશ્ચર્યચકિત થઈ ગયો છે. તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે વિપક્ષી સાંસદોએ સંસદ ભવનનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરતા સુરક્ષા દળોએ તેમની અટકાયત કરી છે.

સંસદ ભવનમાં ધુસ્યા સૈનિકો, છત પર ઉતર્યા હેલિકોપ્ટર 
સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં સંસદ ભવનની અંદર અને બહાર ભારે તણાવનું વાતાવરણ છે. વિપક્ષના સાંસદો જ્યારે સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સેનાએ તેમની અટકાયત કરી હતી. સંપૂર્ણ સશસ્ત્ર વિશેષ દળોએ નેશનલ એસેમ્બલી (સંસદ)માં પ્રવેશ કર્યો અને ચારેબાજુ બેરિકેડ ગોઠવી દીધા. તેમજ હેલિકોપ્ટર પણ સંસદ ભવનની છત પર ઉતર્યા છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે.

Add Zee News as a Preferred Source

'સંવિધાનની રક્ષા'ના નામ પર નિર્ણય
રાષ્ટ્રપતિ યૂને કહ્યું કે, "ઉત્તર કોરિયાના ક્મ્યુનિસ્ટ તાકતોથી દક્ષિણ કોરિયાની આઝાદી અને સંવિધાનનું રક્ષણ કરવા અને દેશદ્રોહી તત્વોને ખતમ કરવા માટે હું ઈમરજન્સી માર્શલ લોની જાહેરાત કરું છું." તેમણે આ પગલાંને દેશની બંધારણીય વ્યવસ્થા અને સ્વતંત્રતાના રક્ષણ માટે જરૂરી પગલું ગણાવ્યું છે.

બજેટ વિવાદથી તણાવ વધ્યો
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આગામી વર્ષના બજેટને લઈને રાષ્ટ્રપતિ યૂનની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી સાંસદોને હાલમાં જ એક ઓછું બજેટનો ઠરાવ પસાર કર્યો હતો, જેને રાષ્ટ્રપતિએ મહત્વપૂર્ણ ભંડોળમાં કાપ મૂકવા માટે દોષી ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે, "આપણી નેશનલ એસેમ્બલી ગુનેગારોનો અડ્ડો બની ગઈ છે. તે વિધાયી તાનાશાહીનો ગઢ બની ગઈ છે, જે ન્યાયિક અને વહીવટી તંત્રને લકવો કરવાનો પ્રયાસ કરી રહી છે."

સાર્વજનિક સુરક્ષા પર પણ ઉભા થયા પ્રશ્નો
રાષ્ટ્રપતિ યૂને વિપક્ષ પર સાર્વજનિક સુરક્ષા માટે જરૂરી બજેટમાં કાપ મૂકવાનો આરોપ લગાવ્યો. તેમણે ચેતવણી આપી હતી કે, આનાથી દેશ "ડ્રગ્સનો અડ્ડો" અને "સાર્વજનિક સુરક્ષાની અરાજકતા"ની સ્થિતિમાં પહોંચી ગયો છે. જો કે, માર્શલ લો હેઠળ લાગુ કરવામાં આવેલ વિશિષ્ટ કાર્યવાહી વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. રાષ્ટ્રપતિ યુને માત્ર એટલું જ કહ્યું હતું કે, "દેશને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે રાષ્ટ્રવિરોધી શક્તિઓને ખતમ કરવી જરૂરી છે."

વિપક્ષોએ આકરી ટીકા કરી
વિપક્ષે આ પગલાની સખત નિંદા કરી હતી. વિપક્ષના નેતા લી જે-મ્યુંગે ઓનલાઈન સંબોધનમાં કહ્યું કે, હવે દેશમાં ટેન્ક, હથિયારબંધ સૈનિકો અને અરાજકતાનું રાજ હશે. દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. તેમણે નાગરિકોને નેશનલ એસેમ્બલી પાસે એકઠા થવાની અપીલ કરી હતી. દક્ષિણ કોરિયાની મુખ્ય સમાચાર એજન્સી યોન્હાપે જણાવ્યું કે, શાસક પક્ષના પ્રમુખ હાન ડોંગ-હૂને આ જાહેરાતનો વિરોધ કર્યો હતો અને તેને "ખોટી" ગણાવી હતી. તેમણે જનતાના સમર્થનથી તેને રોકવાની વાત કરી હતી. આ નિવેદન રાષ્ટ્રપતિ યૂનના પોતાના પક્ષની અંદરના વિભાજનને પ્રકાશિત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news