7th Pay Commission: સરકાર જલદી કરશે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, DA માં થશે આટલો વધારો
7th Pay Commission: કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યાં છે. તેની આતૂરતાનો અંત જલદી આવવાનો છે. કેન્દ્ર સરકાર તહેવારો પહેલા ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે.
7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓને જલદી સારા સમાચાર મળવાના છે. જો મીડિયા રિપોર્ટનું માનીએ તો કેન્દ્ર સરકાર આ મહિને સપ્ટેમ્બર, 2023માં ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે. ડીએમાં વધારો 1 જુલાઈ 2023થી લાગૂ થશે. મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવાની આશા છે અને તે 42 ટકાથી વધી 45 ટકા પહોંચી જશે.
મોંઘવારી ભથ્થા પર સામે આવી માહિતી
કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું દર મહિને લેબર બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક શ્રમિકોના નવા ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના આધારે નક્કી કરવામાં આવે છે. લેબર બ્યૂરો લેબર મિનિસ્ટ્રીની એક વિંગ છે. નવા આંકડા અનુસાર જુલાઈ 2023 માટે અખિલ ભારતીય સીપીઆઈ-આઈડબ્લ્યૂ 3.3 પોઈન્ટ વધી 139.7 થઈ ગયો છે. 1 મહિનાના ટકાવારી બદલાવ પર પાછલા મહિનાની તુલનામાં તેમાં 2.42 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા આ મહિના વચ્ચે 0.90 ટકાનો વધારો થયો હતો.
આ પણ વાંચોઃ 35 રૂપિયાનો શેર ₹874 પર પહોંચ્યો, આ સોલાર સ્ટોકે 3 વર્ષમાં આપ્યું 2400% નું રિટર્ન
વર્ષમાં બે વખત થાય છે ડીએમાં વધારો
ડીએ સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શનર્સને આપવામાં આવે છે. ડીએ અને ડીઆરમાં વર્ષણાં બે વખત વધારો કરવામાં આવે છે. વર્તમાનમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. ડીએ અને ડીઆરમાં એક વર્ષમાં બે વખત (જાન્યુઆરી અને જુલાઈ) માં વધારો કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ખુલતા પહેલા જ ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે આ IPO, પ્રથમ દિવસે 94% નફાનો સંકેત
છેલ્લા ક્યારે થયો હતો ડીએમાં વધારો?
છેલ્લે ડીએમાં વધારો માર્ચ 2023માં કરવામાં આવ્યો હતો. ત્યારે ડીએમાં 4 ટકાનો વધારો કરી 42 ટકા કરી દેવામાં આવ્યું હતું. આ વધારો 1 જાન્યુઆરી 2023થી લાગૂ છે. હવે મોંઘવારીને જોતા તહેવારો પહેલા ડીએમાં 3 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. વર્તમાન મોંઘવારી દર જોતા કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે દેશમાં રિટેલ મોંઘવારી દર જુલાઈમાં 15 મહિનાના ઉપલા સ્તરે પહોંચી ગયો છે, તેવામાં સરકાર મોંઘવારી ભથ્થું 3 ટકા વધારી 45 ટકા કરી શકે છે. ડીએમાં આ વધારો 1 જુલાઈ 2023થી લાગૂ માનવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube